મારા કાવ્ય - 6 Nikita panchal द्वारा कविता में हिंदी पीडीएफ

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

श्रेणी
शेयर करे

મારા કાવ્ય - 6

1. કંઇ જ નથી

શું છે આ પ્રેમ, કંઈ જ નથી...
હા બસ મારા દિલમાં ધરબાયેલી...
એક કૂણી લાગણી છે તારા માટે...

શું છે આ પ્રેમ, કંઈ જ નથી...
હા બસ જાણે ઉજ્જડ રણમાં...
એક અટૂલો એરંડો ઊગ્યો તારા માટે...

શું છે આ પ્રેમ, કંઈ જ નથી...
હા બસ ધસમસતો કોઈ પ્રવાહ આવે...
એક ઝરણું થઈ ને પડે તારા માટે...

શું છે આ પ્રેમ, કંઈ જ નથી...
હા જાણે કાળા ડિંબાગ વાદળો જોઈને....
મન મોર બની ને નૃત્ય કરે તારા માટે...

શું છે આ પ્રેમ, કંઈ જ નથી...
હા બસ જાણે ભર ઉનાળે રેબઝેબ થાઉં...
એક ભીનાશ હોય એમાં તારા પ્રેમ માટે...

શું છે આ પ્રેમ, કંઈ જ નથી...
હા આ માઝા મૂકીને પડતા વરસાદ ને જોઇને....
એક પૂર આવે દિલ ની નદીમાં તારા માટે...

શું છે આ પ્રેમ, કંઈ જ નથી...
હા આ પાણી ની બુંદ બની વર્ષું તારી ઉપર...
એક સુખદ સ્પર્શ બનું હું અનેરો તારા માટે...

શું છે આ પ્રેમ, કંઈ જ નથી...
હા આ નિક્સ તડપે છે તને મળવા માટે...
એક અજાણી મુલાકાત કરવી છે તારા માટે...

2. હું બનીશ

તું વાંસળી બનજે, હું સૂર બનીશ,
તું ધૂન બનજે, હું તાલ બનીશ.

તું શબ્દ બનજે, હું વાંચા બનીશ,
તું સરગમ બનજે, હું રાગ બનીશ.

તું સવાર બનજે, હું સાંજ બનીશ.
તું દિવસ બનજે, હું રાત બનીશ,

તું પ્રેમ બનજે, હું ચાહત બનીશ,
તું દિલ બનજે, હું દિમાગ બનીશ.

તું સાગર બનજે, હું નદી બનીશ,
તું મને સમાવજે, હું અવિરત વહીશ.

તું પ્રેમ કરજે, હું તારી પ્રેમિકા બનીશ,
તું નફરત કરજે, હું તારી નફરત સહિશ

તું આ નિક્સ ને, પાગલ બનાવજે
આ નિક્સ તારી, પાગલપ્રેમી બનશે

3. તું યાદ કરે ના કરે

હવે તું મને પ્રેમ કરે કે ના કરે,
હું તો પ્રેમ કરીશ, આજીવન કરીશ.

હવે તું મારી સાથે વાત કરે કે ન કરે,
હું તો વાત કરીશ, હંમેશા કરીશ.

હવે તું મને ફોટા માં જોવે કે ના જોવે,
હું તને જ જોઇશ, રાત દિવસ જોઇશ.

હવે તું મને યાદ કરે કે ના કરે,
હું તને યાદ કરીશ, સમાવેશ તારો જ કરીશ.

હવે તું મને છોડી ને જાય કે ના જાય,
હું સાથે જ રહીશ, હર ઘડી રહીશ.

હવે તું મને પોતાની માને કે ના માને,
હું મારું સર્વસ્વ માનું છું, દરેક હક આપું છું.

હવે તું મને દિવાની કરે કે ના કરે,
હું તારી જ દિવાની રહીશ, નિક્સ તો પાગલ રહેશે જ.

4. હા વિશ્વાસ છે મને

હા! આવીશ તું મારા જીવનમાં એ વિશ્વાસ છે
વીતી જશે ઝડપી આ દિવસો એ વિશ્વાસ છે

હા! ઉગશે સુખનો સૂર્ય ફરી મારા જીવનમાં
તું લાવશે સુખ નો ચાંદ ફરી મારા જીવનમાં

હા! દુઃખ તો છે સઘળા સાગર સમા વહેણનાં
અને વહી જશે આ દુઃખ એક જ નાના વહેણમાં

હા! થશે તને પણ એકદિવસ પ્રેમનો અહેસાસ
ને આવશે તને પણ યાદ મારી હવે દિવસ-રાત

હા! પડશે ખબર તને સત્યની જરૂર એકદિવસ
અને તું પણ કરીશ અફસોસ ઘણો એ દિવસ

હા! કરજે એક નાની મહેર, આ 'નિક્સ' પર
બસ કરજે મુલાકાત નિક્સ સાથે એકદિવસ

5. નથી ખબર મને

કવિતા શું કહેવાય! એ તો મને નથી ખબર!
હા! જોયો તને ત્યારથી તારા માટે લખાય છે.

પ્રેમ કોને કહેવાય! એ તો મને નથી ખબર!
હા! તારા માટે હ્રદય માં લાગણી જન્મે છે.

દીવાનગી શું કહેવાય! એ તો નથી ખબર!
હા! તારા માટે પાગલપન જરૂર થાય છે.

તડપ,તરસ શું કહેવાય! એ તો નથી ખબર!
હા! તને પામવાની ઈચ્છા જરૂર થાય છે.

આવારગી શું કહેવાય! એ તો નથી ખબર!
હા! તારા માટે કરવાનું મન જરૂર થાય છે.

સ્વપ્ન શું કહેવાય! એ તો નથી ખબર!
હા! તને જોવાની ઈચ્છા જરૂર થાય છે.

સ્નેહનાં સંબંધ શું કહેવાય! એ તો નથી ખબર!
હા! તારી સાથે એ બાંધવાની ઈચ્છા જરૂરી થાય છે.

પાગલ પ્રેમી કોને કહેવાય! એ તો નથી ખબર!
હા! તારા માટે આ નિક્સ પાગલ જરૂર થાય છે.
©Niks 💓 Se 💓 Tak