આજ સવાર ના જ્યારે 5 વાગ્યે મેં મારું WhatsApp ખોલ્યું ત્યારે સૌથી પહેલો મેસેજ જોવા મળ્યો મારા 3 વર્ષ પહેલાં ની મિત્ર નો.
મેસેજ જોતા મને થયું લાવ વાંચું શુ કાઈ કામ હશે તો જ મેસેજ કર્યો હશે, એ છોકરી 28 ની એજ ની છે.
થોડી જરૂરિયાત અને થોડા પપ્પા ના પૈસા એ એનું મગજ અયસ્તવ્યસ્ત કરેલ. મને મળી ત્યારે એમને પણ કંઈક કરવું છે એવી રજુઆત કરી અને કહ્યું કે હું ક્યાંથી શરૂઆત કરું ખબર નહીં પડતી અને મારા ગુસ્સા વારા સ્વભાવ થી હું ક્યાંય ટકી નહીં સકતી. ગાઈડ મી..
મેં એમને 1 વર્ષ ગાઈડ કરી. તેમને સારી ફાઇનાન્સ કંપની માં જોબ મળી અને પછી અચાનક મને મેસેજ આવ્યો કે હવે હું ગમે તે થાય જ્યાં સુધી મારી સગાઈ નહીં થાય હું મારું સ્ટેટ્સ નહીં ખરાબ કરું અને જોબ પણ મને સારો છોકરો મળે એટલે જ મેં ચાલુ કારેલ... *આ વાંચી ને મને લાગ્યું કે કેવા મગજ છે છોકરીઓ ના !! 50% છોકરી ઓ સારા છોકરા માટે જ સ્ટેટ્સ બનાવતી હશે!!..મને તો આ વાત ગળે જ નહીં ઉતરતી કે તમે પૈસા જોઈને છોકરા ને પામો છો કે એની આવડત અને માણસાઈ જોઈને!!!...
આજ સવારે ઘણા સમય પછી એનો મેસેજ આવેલ.. એ જ વિચાર.. માધુરી મેં જોબ છોડી દીધી અને આવતા મહિને મારા મેરેજ છે છોકરો ખૂબ પૈસાદાર છે એટલે મને ભવિષ્ય માં ક્યારેય તકલીફ નહીં થાય.
મારા પાસે આવા વિચાર ના જવાબ માટે શબ્દો નથી..
પણ જે માણસ પોતે 25 ની ઉમર માં આટલી મેહનત કરીને પોતાની બ્રાન્ડ બનાવે છે સમાજ માં નામ બનાવે છે.. આગળ આવે છે... તો એમની પણ પોતાના પાત્ર પાસે આશા અને અપેક્ષાઓ હોઈ.. ખાલી કોઈ ના પૈસા સાથે ખુશી થી જીવવું એ જ સુખ છે !!. સાચું સુખ કને ખુશી તો એકબીજાં ને ખભે- ખભા મિલાવી અને જરૂરિયાત માં સાથ આપવો એ છે..બીજાના પરિવાર ને પોતાનો માનીને ચાલવું એ સાચી શિક્ષા, સંસ્કાર અને સુખ છે...1 લાખ ની ડીલ બાર કારવવારી વુમન ને પણ પોતાના પરિવાર માટે 2 સમય નું ભોજન બનાવી અને ખુશી થી જમાડવાની આવડત હોવી અને જ્યારે પરિવાર ને જરૂર હોય ત્યારે અડીખમ પુરુષ ની જેમ ઉભા રેહવું એ સાચું women empowerment છે. બાકી પુરુષ ની જેમ જીવવું અને એની સામે સદા જીતવું જ એવી કલા ને હું તો women empowerment નથી કહેતી..
સુખ મેળવવું ખૂબ સહેલું છે પણ આપવું એ ખૂબ જ કઠિન છે. જો તમને કોઈ ને સુખ આપતા આવળી ગયું તો સમજજો કે તમારા કરતા વધુ કોઈ સુખી માણસ નથી.
અને સુખ ખાલી પૈસા થી જ નથી મળતું તમે કંઈક અચીવ કરો છો, તમેં બીજાને હસાવો છો, તમે તમારા સપનાઓ પુરા કરો છો એ પણ એક સુખ જ છે.
હું તો કહું છું કે વુમન succseful ત્યારે નથી કહેવાતી જ્યારે એ ખૂબ રિચ હોઈ છે.એક successful વુમન એંમને કેહવાઈ જે પોતાના સપનાઓ ને જીવે અને બીજાના સપનાઓ ને પણ જીવંત કરે અને પોતાના પરિવાર માટે પેહલા એક બેસ્ટ વુમન બને પછી જ એ સમાજ માટે બેસ્ટ વુમન બની શકે.
જીવવું એ ખૂબ આસન છે પણ સરળ જીવન જીવવું એ પણ સ્વાભિમાન થી એના માટે એક આવડત અને સ્નેહ તથા સમજણ ની જરૂર પડે છે.
પતિ પત્ની ના સંબંધ માં પૈસા થઈ વધારે પ્રેમ અને સમજણ ને પેહલા આગ્રહ હોઈ છે.
બને એ પોતપોતાના કકર્તવ્ય નિભાવી અને ચાલવું જોઈએ.
need to change maintality ...
માધુરી વાઘસણા