હું રમતી હતી ઓટલે - પ્રકરણ 1 yogina patel द्वारा बाल कथाएँ में हिंदी पीडीएफ

Featured Books
श्रेणी
शेयर करे

હું રમતી હતી ઓટલે - પ્રકરણ 1

પ્રકરણ ૧ ઓટલો 

ગામની એ સવાર આજે પણ મારી આંખો સામે એવી જ ઊભી થાય છે સૂરજ હજી પૂરો ઉગ્યો ન હતો આકાશમાં હળવો લાલ રંગ પથરાયો હતો ઘરના આંગણામાં પડેલી ઠંડી માટી પર મારા નાના પગલા પડતા અને હું દોડતી દોડતી ઓટલા સુધી પહોંચી જતી એ ઓટલો મારા માટે માત્ર ઘરની બહારનું એક ભાગ ન હતો એ મારી દુનિયા હતી સવાર પડે એટલે હું એટલે બેસી જાઉં ક્યારેક હાથમાં રમકડું હોય તો ક્યારેક માટીની નાની કટોરી, તો ક્યારેક કંઈ જ નહીં છતાં રમવા માટે મને ક્યારેય વસ્તુઓને જરૂર પડતી નહીં મારી કલ્પના મારી રમત બની જતી હતી ત્યારે એક હું ઘરની દિવલ સાથે વાતો કરતી. ક્યારેક સામેના રસ્તે જતા માણસો જોઈને તેમની વાતો મનમાં બનાવી લેતી. કોઈ સ્ત્રી માથે બેડું લઈને પસાર થાય તો મને લાગતું કે એ ક્યાંક દૂર જઈ રહી હશે કોઈ ખેડૂત ખેતર તરફ જાય તો હું વિચારતી કે તેના ખેતરમાં આજે શું આવવાનું હશે? મારી મા અંદરથી બૂમ પાડતી"ગોરી અંદર આવ નાસ્તો તૈયાર છે!"હું તારા જવાબ આપતી આવું છું માં...... પણ જતી ન હતી કારણ કે... મારી રમત હજી પૂરી થઈ ન હતી ઓટલા પર બેસીને મને ખબર ન હતી કે જીવન પણ એક દિવસ આવી જ રમત બની જશે. ક્યારેક હસાવશે, ક્યારેક રડાવશે અને ક્યારેક એવા નિર્ણયો સામે ઊભી કરશે, જ્યાં બાળપણની એ નાની-ગુરીને પોતે જ પોતાનો રસ્તો પસંદ કરવો પડશે. પણ એ દિવસો સુધી હું માત્ર ગુરી હતી એક સામાન્ય ગામની છોકરી જેને ઓટલો ખૂબ ગમતો હતો. અને જેને ત્યારે ક્યાં ખબર હતી કે આ જેટલો એક દિવસ તેની આખી જિંદગીની યાદો સાચવીને રાખશે.…... બપોર પડતા જ ગામની ગલીઓ શાંત થઈ જતી ઘરના દરવાજા અડધા બંધ થઈ જતા અને મોટાઓ થોડો આરામ કરતા. પણ આરામ માટે તો બપોરનો સમય એટલે રમવાનો સમય. હું ફરી ઓટલે આવીને બેસી જતી. ક્યારેક પાડોશના મણીબા પણ ત્યાં આવીને બેસતા તેમના હાથમાં છેકણી ની નાની ડબ્બી હોય અને તેઓ છેકણીની ચપટી ભરતા અને અમારી સાથે વાતો કરતા મણીબા કહેતા છોડ્યો આમ ભર બપોરે જોડું એટલે બેસી રહેવાય ગોરી અને બીજી પણ કેટલી છોડ્યો રમવા આવતી રમીલા, હિના અને કાજલ બધા જ સાથે રમતા રમીલા હંમેશા પોતાની સાથે નાની ઢીંગલી લઈને આવતી તે ઢીંગલીને પોતાની દીકરી મારીને તેની સાથે વાતો કરતી હીના ને રસોઈ_રસોઈ રમવાનો બહુ શોખ. મોટા નાના વાસણોમાં કાંકરા ભરીને કહેતી,"આજે મારા ઘરે દાળ ભાત બનાવ્યા છે."કાજલ ને તો બસ દોડવું જ ગમતું. કોઈ રમત લાંબી ચાલે નહીં કે તરત કહે, ચાલો હવે પકડદાવ રમીએ! ગોરી તેમની વચ્ચે બેસીને હસતી ક્યારેક રમતા રમતા નાની વાત એ ઝઘડો પણ થઈ જતો આ મારી ઢીંગલી છે."પણ હું પહેલા રમતી હતી! થોડીવાર બંને મોઢું ભુલાવીને બેસી રહે અને પછી કોઈ એક હસી પડે એટલે ઝઘડો પણ પૂરો. અને ઓટલો ફરીથી ભરાઈ જતો. ગોરી અને સખીઓ માટે આ ઓટલો જાણે નાનું મેદાન હતું-ક્યારેક ઘર બનતું, ક્યારેક શાળા, તો ક્યારેક બજાર. સાંજ પડે ત્યારે કોઈની મા બહાર આવીને કહે,"ચાલો, હવે ઘરે આવો"એક પછી એક એમ ઊભી થઈ પોતાના ઘરે જતી ગુરી છેલ્લે સુધી ઓટલા પર બેસી રહેતી. ખાલી થયેલા ઓટલાને જોઈને તેને થોડું ખાલી ખાલી લાગતું 

ઓટલે હસતા ઓટલે રમતા ઓટલે ગુંજીયા ગીત મધુર 

આગળની સ્ટોરી જોવા માટે લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો શેર કરો 

Thank you