માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 1 shifa द्वारा यात्रा विशेष में हिंदी पीडीएफ

Featured Books
  • आलसी रामू

    आलसी रामूएक छोटे-से गाँव में रामू नाम का एक आदमी रहता था। शर...

  • तिरंगे की शान

    तिरंगे की शान"  लघुकथा - वंदना शर्मा15 अगस्त का दिन था। सुबह...

  • मुकुट (फिक्शन शॉर्ट स्टोरी)

    मुकुटजहाँ-जहाँ उसके हाथ पड़ते, वह फावड़े से उसी जगह को खोदता...

  • जुनून - 1

    चारो तरफ देखो तो रेगिस्तान की रैत ही रैत दिख रही है। इंसान क...

  • Best Of AP (Part-3)

    अहम्: अधूरेपन से पूर्णता की ओर आचार्य प्रशांत की पुस्तक अहम्...

श्रेणी
शेयर करे

માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 1

એક સ્વપ્ન - "માનવ સંબંધોની એક અનિવાર્ય સત્યતા"
જન્મથી મૃત્યુ સુધીના આ સફરમાં માણસ અનેક સંબંધો સાથે વણાયેલો છે. લોહીના સંબંધોથી શરૂ કરીને લાગણીઓથી બંધાતા અજાણ્યા સંબંધો સુધી, આપણી આખી જીંદગી કોઈને કોઈની સાથે જોડાયેલી જ રહે છે. પરંતુ, શું ક્યારેય આપણે એ વિચાર્યું છે કે આ બધા સંબંધોની પાછળનું મૂળભૂત સત્ય શું છે?
એક એવી શક્તિ જે શક્તિનું ચોક્કસ નામ ન હોઈ શકે, શક્તિ એ બળ ની વાત નથી કરેલી .જે બધું જ સહન કરી શકે એ શક્તિ . અને એક એવી લાગણી જેનું નામ 'પરિવાર' છે. આ વાતમાં માત્ર કોઈ સામાન્ય શક્તિની વાત નથી થતી, પણ જે શક્તિ બધું જ સહન કરી શકે, તે અસલમાં આપણી લાગણી છે.
સબંધોમાં ક્યારેક મીઠાશ તો ક્યારેક કડવાશ હોય છે, પણ એમાંથીય પસાર થતી વખતે એક એવું અટલ અને અનિવાર્ય સત્ય છુપાયેલું હોય છે, જે આપણે સ્વીકારવું જ પડે છે. આજના આ દોડધામ ભરેલા યુગમાં, જ્યાં સંબંધો માત્ર સ્વાર્થ કે જરૂરિયાતો પૂરતા સીમિત થતા જાય છે, ત્યાં સંબંધોની એ પવિત્ર અને વાસ્તવિક સચ્ચાઈને સમજવી ખૂબ જ જરૂરી બની જાય છે. આવો, આજે એ જ માનવ સંબંધોની એક અનિવાર્ય સત્યતા પર એક નજર કરીએ..."
લાગણી એક એવી અદ્રશ્ય વસ્તુ છે જેને આપણે કદાચ જોઈ કે વિચારી શકતા નથી, છતાંય તે હંમેશાં આપણી આસપાસ વણાયેલી હોય છે. જરા વિચારો કે, જો કોઈ એક દિવસ આપણને હંમેંશા માટે છોડીને ચાલ્યું જાય, તો શું થાય? શું ક્યારેય એ વિચારેલા વિચારોને વહન કરવાની શક્તિ આપણામાં હોય છે? શું જો આ વિચાર હકીકત માં થાય તો ? 
જ્યારે આપણે દસ વર્ષના હોઈએ છીએ, ત્યારે આપણો પરિવાર એટલે કે મમ્મી-પપ્પા, દાદા-દાદી અને ભાઈ-બહેન સાથેનો પ્રેમ અને લાગણી અનોખી હોય છે. એજ પરિવાર ના નાનપણથી ખુસ રાખતો.પ્રેમ તેના માતા ને એક દિવસ એને ના જોતા આખો માંથી તરતજ આંસુ આવીજતા.પ્રશ્નો કરતાં ક્યાં ગયા ક્યારે આવશે?પરંતુ મોટા થતાં, સમય બદલાતા ક્યારેક આ જ પરિવાર આપણને સારો નથી લાગતો અથવા તેની સાથે અણબનાવ થાય છે, એજ પરિવાર આપણ ને ચર્ચરિત મન થાય .ન ગમે મોટા થતા કોય આપણે વાત કરે તો પણ ન ગમે .કોઈની કદર ન કરે. છતાંય અંદર તો ગાઢ લાગણીઓ છુપાયેલી જ હોય છે. તે સમયે કદાચ આપણને પરિવારની સાચી કદર નથી હોતી. પરંતુ, જ્યારે આ પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ અચાનક છોડીને જતું રહે છે, ત્યારે મનમાં જે વિચારો આવે છે, શું એ આપણે ક્યારેય કલ્પ્યા હોય છે? કદાચ ના. 
કેમ? કારણ કે આ એક નિસ્વાર્થ લાગણી-પ્રેમ છે. જ્યારે કોઈ આપણી સાથે હોય છે, ત્યારે તેની કે તેની વસ્તુઓની કોઈ કદર નથી હોતી; પરંતુ એક દિવસ એવું બને છે કે તે અચાનક આપણને કે બધાને હંમેશા માટે મૂકીને ચાલ્યો જાય છે, ત્યારે જ તેની ગેરહાજરીનો અસલી અહેસાસ થાય છે. શું આ બધું સહન કરવાની શક્તિ ખરેખર આપણી પાસે હોય છે? સાચું પૂછો તો ના, કોઈના પણ આ શક્તિ સહેલાઈથી નથી મળતી.
કેમ કે આ એક કુદરતી રચના છે, જેમ કે ક્રોન્ચ પક્ષીનું જો જોડકું હોય, તેમાંથી જો એક પક્ષી મરી જાય તો બીજું પક્ષી જીવી શકતું નથી. તે પણ ટૂંક સમયમાં મૃત્યુ પામે છે.આ કુદરતી નિયમ પ્રમાણે, જો એક જીવનસાથી કે સ્વજન છૂટા પડી જાય, તો બીજું પક્ષી અથવા  મનુષ્ય તેના વિયોગમાં તડપીને જીવતું રહે છે. આ જ શક્તિ અને લાગણીનું સાચું અને કડવું સત્ય છે, જે જીવનના દરેક વળાંકે આપણને સંબંધોની સાચી કિંમત શીખવી જાય છે.
Bhag 1, 
હુ આ ટુક સમય મા  ભાગ 2 લયઆવાનુ પ્રત્યન કરીસ