श्रीमच्छङकराचार्यविरचितं आत्मषटकं

(11)
  • 3.5k
  • 3
  • 1.3k

श्रीमच्छङकराचार्यविरचितं आत्मषटकं શ્રીમદ્ શંકરાચાર્ય રચિત આત્મષટકમ્ मनोबुद्ध्यहंकारचित्तानि नाहं न च श्रोत्रजिव्हे न च घ्राणनेत्रे ।न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ १ હું (હું એટલે કે આત્મા) મન, બુદ્ધિ, અહંકાર કે ચિત્ત સ્વરૂપ નથી; તેમ જ હું કાન, જીભ, નાક કે આંખો નથી. વળી હું આકાશ, પૃથ્વી, તેજ કે વાયુ નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.न च प्राणसंज्ञो न वै पंचवायु र्न वा सप्तधातुर्न वा पंचकोशः ।न वाक् पाणिपादौ न चोपस्थपायू चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥ २હું પ્રાણ નથી, હું પાંચ વાયુ (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન) નથી. હું સાત ધાતુ (રસ, રક્ત, માંસ, મેદ,