બા પ્યારી માઁ.

  • 3.7k
  • 4
  • 991

" જોજે વહી જતી ના,મળ્યા વગર આખરી ક્ષણે..!! તુંતો વસે છેને માઁ?મારા દરેક શરીરી કણે.??" ધંધાની દોડાદોડીથી કંટાળેલો પંકજ, રાત્રે ૧૨.૦૦ વાગે, આખાએ દિવસનો થાક ઓગાળવા, હજી પથારી ભેગો થયો અને જરાક આંખ મીંચાઈ ના મીંચાઈ,ત્યાં તો ફોનની ટોકરી રણકી. થાકથી ચકચૂર, પંકજ આંખો ચોળતો, માંડમાંડ ઉભો થઈ શક્યો. પંકજે ફોન ઉઠાવી,`હેલો`,કહ્યું,સામેથી જે કાંઈ સાંભળ્યું,તે સાથેજ તેની રહી સહી ઊંઘ પણ ઉડી ગઈ.તરતજ, પંકજે પત્ની સંજનાને પણ ઉઠાડીને,તાત્કાલિક ઝડપથી તૈયાર થવા જણાવ્યું.પત્નીની પ્રશ્નાર્થ નજરમાં, પંકજે માત્ર એટલું કહ્યું," બા ની સ્થિતિ વધારે ખરાબ થઈ છે.આપણે અત્યારેજ ગામડે જવું પડશે." સમજદાર સંજનાએ,ઝડપથી તૈયાર થતાં પહેલાં.ફોન કરીને નજીકમાં રહેતા અને ડ્રાઈવીંગ જાણતા,