માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 1

એક સ્વપ્ન - "માનવ સંબંધોની એક અનિવાર્ય સત્યતા"જન્મથી મૃત્યુ સુધીના આ સફરમાં માણસ અનેક સંબંધો સાથે વણાયેલો છે. લોહીના સંબંધોથી શરૂ કરીને લાગણીઓથી બંધાતા અજાણ્યા સંબંધો સુધી, આપણી આખી જીંદગી કોઈને કોઈની સાથે જોડાયેલી જ રહે છે. પરંતુ, શું ક્યારેય આપણે એ વિચાર્યું છે કે આ બધા સંબંધોની પાછળનું મૂળભૂત સત્ય શું છે?એક એવી શક્તિ જે શક્તિનું ચોક્કસ નામ ન હોઈ શકે, શક્તિ એ બળ ની વાત નથી કરેલી .જે બધું જ સહન કરી શકે એ શક્તિ . અને એક એવી લાગણી જેનું નામ 'પરિવાર' છે. આ વાતમાં માત્ર કોઈ સામાન્ય શક્તિની વાત નથી થતી, પણ જે શક્તિ બધું જ