તન્વય. કઈ ખાસ નથી કહેવા માટે. સાયંસ ભણ્યો છું અને ફાઈનાન્સને કર્મભૂમિ બનાવી છે. બંને વાતોને લખવા સાથે નાહવા-નિચોવાનો પણ સંબંધ ન હોવા છતાં પહેલા શોખ અને હવે પેશનથી લખ-વા લાગુ પડ્યો છે. પહેલા ફેસબુક પછી બ્લોગ અને હવે અહી. સતત અને સખત નવું શીખવાની ટેવ છે. ગુજરાતી ટેસ્ટની વાનગીઓ ભાવે છે. જે રીતે બેન્કિંગ અને બાઇકિંગ કરતા કરતા સંગીત સાંભળવું ગમે છે એ જ રીતે લખતી વખતે આવતા કી-પેડના આવાજ ને પણ અપનાવી લીધો છે. પાંચસો શબ્દોની લીમીટ હોવા છતાં આટલેથી વિરમીશ. ખુદની વાહ-વાહી કરવા કરતા મારી કલમ (હા ભાઇ કી-પેડને બસ્સ) ને બોલવા, આઈ મીન વંચાવા દઉં એ વધારે યોગ્ય છે. લેખન પર વિવેચનની અપેક્ષા સાથે..... ~એજ તન્વય..!

    • (17)
    • 965
    • (121)
    • 2k