Chintanni pale - Season - 2 book and story is written by Krishnkant Unadkat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chintanni pale - Season - 2 is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
માણસને બધા વગર ચાલે પણ માણસ વગર ચાલતું નથી. સંબંધ અને સમાજ એ વાતનાં જીવતાંજાગતાં ઉદાહરણો છે કે માણસ એકબીજા સાથે જોડાયેલા છે. માણસ થોડા દિવસો એકલો રહી શકે પણ કાયમ એકલો રહી શકતો નથી. માણસને સતત કોઈક જોઈતું ...વધુ વાંચોછે. કોઈ સાથે વાત કરવી હોય છે. કોઈ પાસે વ્યક્ત થવું હોય છે. ક્યારેક રડવા માટે કોઈના ખભાની જરૂર પડે છે.
જિંદગી પાસેથી દરેક માણસને શું અપેક્ષા હોય છે દરેક માણસને મોટાભાગે એવી ઇચ્છા હોય છે કે હું મારી રીતે મારી જિંદગી જીવું! ક્યારેક કોઈના વિશે અથવા તો કોઈની પાસેથી જિંદગી વિશે વાત સાંભળીએ ત્યારે આપણું મન એવું કહે ...વધુ વાંચોકે, આને કહેવાય લાઇફ! લાઇફ હોય તો આવી! ક્યારેક કંઈક સારું વાંચીએ ત્યારે મન એવું કહે છે કે મારે પણ આવી જિંદગી જીવવી છે! આપણે જેવું વિચારીએ કે જેવું ઇચ્છીએ એવી રીતે જિંદગી જિવાતી નથી.
દુનિયામાં ક્યારેય કશું જ એકસરખું રહેતું નથી. ઘડિયાળનો ફરતો કાંટો અને તારીખિયાનાં ખરતાં પાનાં એ વાતનો અહેસાસ કરાવે છે કે બધું સતત બદલાઈ રહ્યું છે. જિંદગી આગળ ધપતી રહે છે. શ્વાસમાં ઉમેરો થતો રહે છે. હૃદયના ધબકારામાં વધારો થતો ...વધુ વાંચોછે. માણસમાં સતત કંઈક ઉમેરાતું રહે છે. એની સાથે જ ઘણું બધું ઘટતું રહે છે, વિસરાતું રહે છે. બધું જ બદલાતું હોય ત્યારે આપણે એવી આશા કેમ રાખી શકીએ કે માણસ ક્યારેય ન બદલાય
વિચારો લગામ વગરના ઘોડા જેવા હોય છે. એક પછી બીજો અને બીજા પછી ત્રીજો વિચાર આવતો જ રહે છે. વિચારને વિરામ આપતાં બધાને ફાવતું નથી. આપણે તો વિચારોનું મૂલ્યાંકન પણ કરતાં નથી. વિચારોને બસ આવવા દઈએ છીએ. માણસ પાસે ...વધુ વાંચોવિકલ્પ હોય છે. એક તો વિચાર મુજબ દોરવાતા રહીએ અને બીજો વિચારને આપણે દોરવતાં રહીએ.
સારી રીતે વાત કરવી એ એક આર્ટ છે. શું બોલવું ક્યારે બોલવું ક્યાં બોલવું કેટલું બોલવું આ બધા કરતાં પણ મહત્ત્વનો સવાલ એ હોય છે કે શા માટે બોલવું બોલતાં બધાને આવડે છે. સરખી ...વધુ વાંચોવાત કરવાની કળા બધાને હસ્તગત હોતી નથી. વાતો, ગપ્પાં, ગોષ્ઠિ, ચર્ચા અને સંવાદમાં ઘણો મોટો ફર્ક છે.