Aa Janamni pele paar book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aa Janamni pele paar is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આ જનમની પેલે પાર - નવલકથા
Rakesh Thakkar
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
દિયાન અને હેવાલીની જોડી સારસ પક્ષીની જોડી જેવી ગણાતી હતી. બંને જાણે એકબીજા માટે જ બન્યા હોય એવા હતા. બંને સમજુ, સુંદર અને સુશીલ હતા. ભગવાને જાણે તેમની રામ-સીતા જેવી જોડી બનાવી હતી. તેમના સ્વભાવની પ્રશંસા કરતાં પરિવારજનો અને ઓળખીતાઓ આવું બધું કહેતાં અટકતા ન હતા. પતિ-પત્ની તરીકે આદર્શ ગણાતી આ જોડીનું નવા પરણતા યુગલોને ઉદાહરણ અપાતું હતું. હજુ તો લગ્નને એક વર્ષ પણ થયું ન હતું અને જે સમાચાર આવ્યા એ કોઇના માનવામાં આવતા ન હતા. આ શક્ય જ ન હોવાનું એમને જાણનારા છાતી ઠોકીને કહી શકે એમ હતા. ઘણા કહેતા હતા કે પહેલી એનિવર્સરી ઉજવવાની આ તેમની અનોખી રીત હશે. પરંતુ જ્યારે ખુદ દિયાન અને હેવાલીના મોંએથી એ સમાચાર જેણે પણ સાંભળ્યા એમને પોતાના કાન પર વિશ્વાસ આવતો ન હતો. દિયાન અને હેવાલીએ અલગ થવાનો નિર્ણય લીધો છે એ વાતને એનીવર્સરી અલગ રીતે ઉજવવાની રીત છે એવું માનતા સંબંધીઓને મોટો આંચકો લાગ્યો હતો. પરંતુ હકીકતથી હવે આંખ આડા કાન થઇ શકે એમ ન હતા.
આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧ દિયાન અને હેવાલીની જોડી સારસ પક્ષીની જોડી જેવી ગણાતી હતી. બંને જાણે એકબીજા માટે જ બન્યા હોય એવા હતા. બંને સમજુ, સુંદર અને સુશીલ હતા. ભગવાને જાણે ...વધુ વાંચોરામ-સીતા જેવી જોડી બનાવી હતી. તેમના સ્વભાવની પ્રશંસા કરતાં પરિવારજનો અને ઓળખીતાઓ આવું બધું કહેતાં અટકતા ન હતા. પતિ-પત્ની તરીકે આદર્શ ગણાતી આ જોડીનું નવા પરણતા યુગલોને ઉદાહરણ અપાતું હતું. હજુ તો લગ્નને એક વર્ષ પણ થયું ન હતું અને જે સમાચાર આવ્યા એ કોઇના માનવામાં આવતા ન હતા. આ શક્ય જ ન હોવાનું એમને જાણનારા છાતી ઠોકીને કહી શકે એમ હતા. ઘણા કહેતા હતા કે પહેલી
આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨ આખો પરિવાર ચિંતાગ્રસ્ત હતો ત્યારે દિયાન અને હેવાલીના ચહેરા પર અલગ થવાના દુ:ખ કે અફસોસને બદલે આનંદના ભાવ હતા. આ બાબત પરિવારને વધારે કઠે એવી હતી. જનમ ...વધુ વાંચોસાથ નિભાવવાને બદલે એકબીજાથી દૂર અને જુદા રસ્તે જવાની એમની વાત સ્વીકારી શકાય એમ ન હતી. દિયાન અને હેવાલીએ એકબીજા સામે જોયું અને મલકાયા. પરિવારને એમની સગાઇનો દિવસ અને એ સમયના એમના આવા જ ચહેરા યાદ આવી ગયા. અત્યારે સંજોગો જુદા હતા. દિયાન અને હેવાલી ચૂપચાપ એવી રીતે બેઠા હતા જાણે કોઇ તમાશો જોવા બેઠા હોય. દિયાનના પિતા દિનકરભાઇના મગજનો પારો ઉપર ચઢી રહ્યો હતો. તેમણે ઉગ્ર
આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૩ સુલુબેનની ધમકી સાંભળીને દિયાન અને હેવાલી સાથે બધાંને આંચકો લાગ્યો. કોઇને કલ્પના ન હતી કે સુલુબેન આટલા બધા દુ:ખી હશે. દિનકરભાઇ પણ હેરતથી સુલુબેન તરફ જોવા લાગ્યા. ...વધુ વાંચોકરતાં પહેલાં એમણે સુલુબેન સાથે ચર્ચા કરી હતી અને એવું નક્કી કર્યું હતું કે એમને પ્રેમથી સમજાવીશું એટલે માની જશે. અને જે કોઇ કારણ હશે તેને સમજીશું અને જે સમસ્યા હશે તેનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશું. સુલુબેન આત્મહત્યાનો નિર્ણય લેશે એવી કલ્પના ન હતી. અને એ માત્ર ધમકી આપવા જ કહી રહ્યા હોય એવું ન હતું. અગાઉ પણ એ ઘર-પરિવારના ભલા માટે આકરા નિર્ણયો લેતા આવ્યા છે.
આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૪ દિયાને કસમ ખાધી અને કોઇ સમસ્યા ન હોવાની વાત કર્યા પછી બધાં ચૂપ થઇ ગયા હતા. જાણે એમની પાસે કોઇ દલીલ ના બચી હોય એમ સ્તબ્ધ હતા. ...વધુ વાંચોઅને હેવાલી મનોમન ખુશ થઇ રહ્યા હતા ત્યારે દિનકરભાઇએ કહ્યું:'ભલે તમારી વાત સાચી હોય કે કોઇ સમસ્યા નથી તો છૂટા પડવાની કોઇ જરૂર જ નથી. અમે વડિલોએ એકબીજાની સંમતિથી તમારા લગ્ન ગોઠવ્યા હતા. હવે છૂટા પડવા માટે બંનેના પરિવારની સંમતિ જરૂરી છે અને એ કોઇ આપવાના નથી. મહેરબાની કરીને તમારું આ ગાંડપણ રહેવા દો...' દિનકરભાઇના મોટા થતા અવાજથી ગભરાયા વગર દિયાન બોલ્યો:'પપ્પા, આ ચર્ચાનો કોઇ અંત આવવાનો
આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૫ દિયાન અને હેવાલીને સપનામાં પણ કલ્પના ન હતી કે તેમણે આ રીતે છૂટા પડવાનો વખત આવશે. જન્મોજનમ સાથે રહેવાનું વચન આપ્યું હોય અને એકબીજા માટે જ સર્જાયા ...વધુ વાંચોત્યારે અચાનક એક અણધાર્યું તોફાન એમની સામે આવી જશે એવું વિચાર્યું જ ન હતું. થોડા દિવસ પહેલાં વહેલી સવારે ઊઠીને જ્યારે દિયાને એક વાત હેવાલીને કરી ત્યારે હેવાલીએ પણ સામે એવી જ વાત કરી. બંનેએ સમાંતર એકસરખો અનુભવ કર્યો હતો. એ જાણીને બંને ચમકી ગયા હતા. બંનેના જીવનમાં એક સાથે કોઇ અજાણી વ્યક્તિનું આગમન થયું એ યોગાનુયોગ હતો કે કુદરતનો કોઇ ખેલ હતો એ સમજવાનું બંને માટે