Pati Patni ane pret book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pati Patni ane pret is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પતિ પત્ની અને પ્રેત - નવલકથા
Rakesh Thakkar
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
વિરેન અને રેતાના લગ્ન ધામધૂમથી થયા. બંને પક્ષના પરિવારો ઉમંગથી લગ્નની દરેક વિધિને જોતા અને માણતા રહ્યા. કેટલાકે કહ્યું પણ ખરું કે આ જમાનામાં હવે લોકો આટલી ધાર્મિકતા અને શ્રધ્ધાથી લગ્નમાં ભાગ લેતા નથી. વિરેન અને રેતાનું જોડું જ એવું છે કે હર કોઇને એમના માટે લાગણી છે. બધાં સમયસર આવી ગયા અને દરેક વિધિને જોઇ જ નહીં સમજી પણ ખરી. રવિભાઇ મહારાજે પણ સમયની ચિંતા કર્યા વગર સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવ્યા. તેમણે પહેલાં જ કહ્યું હતું કે જો તમારે ઉતાવળ ના હોય તો હું દરેક વિધિ જ નહીં શ્લોક પણ સમજાવીશ. વિરેન જ નહીં તેના આખા પરિવારે એમને સંમતિ આપી હતી. વર્ષો પછી લોકોએ સાચા લગ્ન જોયા હોય એવું લાગ્યું. લગ્નમાં કોઇને કોઇ કારણસર મોડું થઇ જતું અને એની સીધી અસર લગ્નની વિધિના સમય પર થતી.
પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧ વિરેન અને રેતાના લગ્ન ધામધૂમથી થયા. બંને પક્ષના પરિવારો ઉમંગથી લગ્નની દરેક વિધિને જોતા અને માણતા રહ્યા. કેટલાકે કહ્યું પણ ખરું કે આ જમાનામાં ...વધુ વાંચોલોકો આટલી ધાર્મિકતા અને શ્રધ્ધાથી લગ્નમાં ભાગ લેતા નથી. વિરેન અને રેતાનું જોડું જ એવું છે કે હર કોઇને એમના માટે લાગણી છે. બધાં સમયસર આવી ગયા અને દરેક વિધિને જોઇ જ નહીં સમજી પણ ખરી. રવિભાઇ મહારાજે પણ સમયની ચિંતા કર્યા વગર સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવ્યા. તેમણે પહેલાં જ કહ્યું હતું કે જો તમારે ઉતાવળ ના હોય તો હું દરેક વિધિ જ નહીં શ્લોક પણ સમજાવીશ. વિરેન
પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨ વિરેનની કાર મુખ્ય માર્ગ પર આવી ત્યારે વરસાદનું જોર વધી ગયું હતું. આજનો વરસાદ એને ભયાનક લાગી રહ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોમાં તેણે વરસાદનું આવું રોદ્ર રૂપ જોયું ...વધુ વાંચોહતું. વીજળીના ચમકારા સાથે તેના દિલમાં પણ ડરનો ચમકારો થઇ રહ્યો હતો. કંપની સાથેની વફાદારી તેને આજે જવા માટે મજબૂર કરી ગઇ હતી. તે ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. વિદેશથી ડિલિગેશનને આજ સમય મળ્યો અને એમની સાથે જેણે જવાનું હતું એ આવા જ સમય પર બીમાર કેમ થયો? એવો અફસોસ વ્યક્ત કરતો વિરેન સંભાળીને કાર ચલાવી રહ્યો હતો. પોતાના લગ્ન હમણાં થયા ના
પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩ વિરેનને ભારે વરસાદમાં નીકળી જતો જોઇ રેતાના મનમાં એક ડર પેઠો અને તેનાથી વિરેનના નામથી ધીમી ચીસ પડાઇ ગઇ હતી. "વિરેન....સંભાળીને..." ...વધુ વાંચો વહેલી સવારનો સમય હતો અને ઘરના બધાં જ ઊંઘતા હતા એટલે કોઇને રેતાનો અવાજ સંભળાયો ન હતો. તેના દિલમાં એક કસક ઊઠી. ન જાણે કેમ આ તોફાની વરસાદ તેના દિલમાં ડરનું તોફાન ઊભું કરી રહ્યો હતો. તેના મનમાં આશંકા ઊભી કરી રહ્યો હતો:"વિરેન, હેમખેમ પાછો આવી જશે ને..." ચારે તરફ અંધારાનું સામ્રાજ્ય હતું અને વરસાદનો અવાજ ભયાનકતા વધારી રહ્યો હતો. રેતાને પોતાના વિચારો પર ગુસ્સો આવ્યો. વિરેનને શું થવાનું હતું? આમ ગભરાયા કેમ
પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૪વિદેશી ડેલિગેશન સાથેની મુલાકાત પતાવીને વિરેન ફેકટરી પરથી ઘરે જવા નીકળ્યો ત્યારે રીલોક તો એમ જ સમજતો હતો કે સીધો ઘરે જ જઇને ઊભો રહેશે. હજુ લગ્નના દિવસ આંગળીના વેઢે ગણાય એટલા ...વધુ વાંચોથયા હતા. રેતા એની કાગડોળે રાહ જોતી હશે એની એને ખબર હતી. તે જલદી ઘરે પહોંચવા માગતો હતો. એ સાથે રેતાને સરપ્રાઇઝ આપવા એક સ્થળ જોઇ લેવા માગતો હતો. ફેકટરી પરથી કાર લઇને નીકળેલો વિરેન થોડે દૂર ગયો પછી એક વળાંક આવ્યો ત્યાં બીજા રસ્તે વળી ગયો. તેણે ઘડિયાળમાં જોયું અને એક કલાક મોડું થશે એવી ગણતરી કરી. તે કારને ઝડપથી ચલાવીને
પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૫રેતાના માથા પર ચાંદલો ટકતો જ ન હતો. તેની સાથે હવે સાસુ દક્ષાબેનના મનમાં ભયનાં બીજ રોપાઇ ચૂક્યા હતા. એક તરફ વિરેનના કોઇ સમાચાર ન હતા અને બીજી તરફ વહુનો ચાંદલો નીકળી જતો ...વધુ વાંચોદક્ષાબેને બોલ્યા:"વહુ, કાળજી રાખો. એક નાનકડો ચાંદલો સચવાતો નથી. આ તો સૌભાગ્યનું ચિન્હ છે..."ગિનીતાએ બીજો ચાંદલો આપતા કહ્યું:"ભાભી, આ લો લગાવી દો... અને મમ્મી, તું અત્યારે બીજી વાત રહેવા દે. ભાભી કંઇ જાણી જોઇને ચાંદલો કાઢી નાખતા નથી. એમના કપાળ પરના પરસેવાના બિંદુઓને તો જો. એના કારણે ચાંદલો ટકતો નથી. એક તરફ ભાઇના કોઇ સમાચાર નથી એની ચિંતા છે ત્યારે તું