Aatmani antim ichchha book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aatmani antim ichchha is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આત્માની અંતિમ ઇચ્છા - નવલકથા
Rakesh Thakkar
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
છેલ્લા એક અઠવાડિયાથી કાવેરી અજીબ સપનું જોતી હતી. અત્યાર સુધી તેણે આ વાત પતિ લોકેશને કરી ન હતી. તેને સમજાતું ન હતું કે આવું સપનું કેમ આવી રહ્યું છે. સપનું અધુરું રહેતું હતું. આ સપનું ક્યારે પૂરું થશે અને તેનો શું મતલબ હશે એના વિચારમાં તે આખો દિવસ સાનભાન ભૂલીને કામ કરતી હતી. તેને આ સપના સાથે મા મોરાઇનું કોઇ અનુસંધાન હોય એમ લાગતું હતું. મોરાઇ મા તેને સપનામાં કંઇ કહેવા માગતી હોય એવો ભાસ થઇ રહ્યો હતો. સપનામાં એક મહિલા આવતી હતી. તે મોરાઇ મા જેવી જ દેખાતી હતી. સમસ્યા એ હતી કે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. તે દરરોજ સવારે ઊઠીને પથારીમાં બેસી આંખો બંધ કરી મોરાઇ માનું સ્મરણ કરતી હતી. ત્યારે મા મોરાઇની તસવીર તેની બંધ આંખોમાં તરવરતી હતી. પોતાના સૂવાના ઓરડામાં કાવેરીએ ત્રણ જગ્યાએ મોરાઇ માની તસવીર રાખી હતી. દિવસ-રાત તે માને યાદ કરતી હતી. દર બુધવારે તે મોરાઇ માના મંદિરે પણ જતી હતી. સપનું તેનો પીછો છોડતું ન હતું. તેને હવે થતું હતું કે લોકેશને આ સપના વિશે વાત કરવી જોઇએ. પછી થતું કે તે હસી કાઢશે. તે કાવેરીની વધુ પડતી ધાર્મિકતાથી કંટાળતો હતો. તેને કોઇ ચમત્કાર કે સપનામાં વિશ્વાસ ન હતો. તે અલગ સ્વભાવનો જ માણસ હતો. તેણે એને કહી દીધું હતું કે તારે જેવી અને જેટલી ભક્તિ કરવી હોય એવી કરજે પણ મને મારી રીતે જીવવા દેજે. ત્યારથી તે લોકેશને પોતાના ધાર્મિક વિચારોમાં સામેલ કરતી ન હતી. તેને લગ્ન પછી લોકેશ તરફથી દુ:ખ મળ્યું ન હતું. તે લોકેશની ઇચ્છાઓને માન આપતી હતી. તેણે કલ્પના પણ કરી ન હતી કે લોકેશ જેવો દિલફાડ ચાહનારો પતિ મળશે.
આત્માની અંતિમ ઇચ્છા-રાકેશ ઠક્કરપ્રકરણ-૧છેલ્લા એક અઠવાડિયાથી કાવેરી અજીબ સપનું જોતી હતી. અત્યાર સુધી તેણે આ વાત પતિ લોકેશને કરી ન હતી. તેને સમજાતું ન હતું કે આવું સપનું કેમ આવી રહ્યું છે. સપનું અધુરું રહેતું હતું. આ સપનું ક્યારે ...વધુ વાંચોથશે અને તેનો શું મતલબ હશે એના વિચારમાં તે આખો દિવસ સાનભાન ભૂલીને કામ કરતી હતી. તેને આ સપના સાથે મા મોરાઇનું કોઇ અનુસંધાન હોય એમ લાગતું હતું. મોરાઇ મા તેને સપનામાં કંઇ કહેવા માગતી હોય એવો ભાસ થઇ રહ્યો હતો. સપનામાં એક મહિલા આવતી હતી. તે મોરાઇ મા જેવી જ દેખાતી હતી. સમસ્યા એ હતી કે તેનો ચહેરો સ્પષ્ટ
આત્માની અંતિમ ઇચ્છા-રાકેશ ઠક્કરપ્રકરણ-૨ કાવેરીને આજે થયું કે સપનું હવે પૂરું થવું જોઇએ. એ અજાણી મહિલા કે મોરાઇ મા સતત આગળ વધી રહ્યા છે. એ ઉડતા ઉડતા એક ઉજ્જડ જેવા ગામ પછી ...વધુ વાંચોવધી રહ્યા છે. કાવેરી છેલ્લા ઘણા દિવસથી વહેલી સવારે આવતા સપના પર વધુ ધ્યાન આપી રહી હતી. એ મહિલા દરરોજ એક રોડ પર આગળને આગળ વધી રહી હતી. અને તેને રસ્તામાં આવતી નિશાનીઓ બતાવી રહી હતી. એ મહિલા કઇ મંઝિલ પર જવાની હતી અને તેને કયો ઇશારો કરવાની હતી એ કાવેરીને સમજાતું ન હતું. સપનું દર વખતે અધુરું રહેતું હતું એટલે કાવેરી બેચેન રહેતી હતી. એક તરફ
આત્માની અંતિમ ઇચ્છા-રાકેશ ઠક્કરપ્રકરણ-૩ સપનામાં આવતી મહિલાના મકાનના પારણામાં ઝૂલતી બાળકીનો ચહેરો પોતાના જેવો જોઇને કાવેરી રોમાંચિત અને ઉત્સાહિત થઇ ગઇ હતી. મોરાઇ માએ વર્ષો પછી એની ઇચ્છા જાણી છે. મને પુત્રી થવાની છે એવા સપના એ જોવા લાગી. ...વધુ વાંચોતે ફરી લોકેશના ઊઠવાની રાહ જોવા માગતી ન હતી. તે આ ઘડીએ જ લોકેશને ખુશખબર આપવા માગતી હતી. તેણે લોકેશને હચમચાવી નાખ્યો. લોકેશ આંખ ચોળતો બોલ્યો:"કાવેરી, શું વાત છે? આટલી વહેલી સવારે મને ઊઠવા ધક્કો કેમ મારી રહી છે?""અરે ધક્કો તો મારા સપનાને એવો લાગ્યો કે મોરાઇ માએ મને મારી થનારી બાળકીની સૂરત બતાવી દીધી. મારું સપનું આજે ઘણું આગળ વધ્યું
આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૪ લોકેશને લાગ્યું કે તે કોઇ ભયાવહ સપનું તો જોઇ રહ્યો નથી ને? જેને મૃત હાલતમાં જોઇ હતી એ લસિકા જ કાવેરીના સપનામાં આવી રહી હશે? તેણે શા માટે કાવેરીને અહીં સુધી બોલાવી ...વધુ વાંચોલોકેશને થયું કે પોતે લસિકાનો ચહેરો જોવામાં કોઇ ભૂલ કરી નથી. શું એ ભૂત-પ્રેત સ્વરૂપમાં છે? કે પછી ખરેખર જીવે છે? તેણે કાવેરીને એકલી જ બોલાવી હતી. મતલબ કે કોઇ રહસ્ય છે. લોકેશ કાર ચાલુ રાખી એસીમાં બેઠો હતો. તેના ચહેરા પર ડર સાથે પરસેવો વહી રહ્યો હતો. તે અસ્વસ્થ બની ગયો. તેણે જોયું કે કાવેરી નજીક આવી અને એ સ્ત્રી મકાનમાં પાછી
આત્માની અંતિમ ઇચ્છા-રાકેશ ઠક્કરપ્રકરણ-૫ લોકેશ હજુ લસિકાના અસ્તિત્વ વિશે ગુંચવાડામાં હતો. લસિકા જીવે છે કે મરી ગઇ હતી તે હવે નક્કી કરવું પડે એમ હતું. જો મરી ગઇ હોય અને એની આત્મા જ કાવેરી પાછળ પડી હોય તો ...વધુ વાંચોઅનિષ્ટની સંભાવના વધી જતી હતી. કાવેરીને જે સ્ત્રી મળી એ અદ્દલ લસિકા જેવી જ પોતાને તો દેખાઇ હતી. લોકેશ કાવેરીને લસિકા વિશે કંઇ કહી શકે એમ ન હતો. તે પોતાનો ભૂતકાળ કાવેરીથી છુપાવેલો જ રાખવા માગતો હતો. કાવેરીને લસિકા સાથેના સંબંધની ખબર પડે તો લગ્નજીવન પર સંકટ આવી શકે એમ હતું. સ્ત્રીઓનું કંઇ કહેવાય નહીં એ ક્યારેક સ્વાભાવિક રીતે અને ઉદાર દિલથી