M always in cheerful mood

Vibhuti Desai कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कहानी
1 दिन पहले

શીર્ષક:- મન હોય તો માડવે જવાય

નીતાબેનને ત્યાં દર માસે અગિયારસને દિવસે એમની સખીઓને બોલાવી એમની સાથે વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરે.
દર ત્રણ વર્ષે આવતા અધિકમાસમાં આ કાર્યક્રમ પૂરો મહિનો ચાલે.અધિકમાસમાં નદીએ સ્નાન કરવાનું પણ મહત્વ એટલે વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરી નદીએ સ્નાન કરવાનો કાર્યક્રમ પણ હોય.વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરી અધિકમાસ નું મહાત્મ્ય સમજાવતી કથા પણ વાંચે.દાન કરવાનું મહત્વ એટલે આ બહેનો યથાશક્તિ દાન પણ કરે.
આ વર્ષે કોરોના કાળમાં આવેલા અધિકમાસમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનું હોવાથી બધા ભેગા મળીને તુલસી ચઢાવી ન શકે.
નીતાબેન મુંઝવણમાં," શું કરું?" ત્યાં જ એમની પુત્રવધૂએ સાસુમાને રસ્તો બતાવ્યો, બધાને ઝૂમમાં એડ કરી બધા પોતપોતાના ઘરે વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરો.નિતાબેન તો વહુની વાતથી ખુશ થયા અને વહુની મદદથી બધાને ઝૂમમાં ભેગા ‌કરી વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરી, ત્યારબાદ પુરુષોત્તમ ભગવાનની કથા વાંચી આરતી પણ કરી સંતોષ માન્યો.રહી વાત દાન કરવાની તો બધાએ પોતાની કામવાળી બાઈને, વોચમેનને જરૂરિયાત ચીજ વસ્તુઓ આપી,દાન કરવાનો સંકલ્પ પૂરો કર્યો.
આમ રંગે ચંગે અધિકમાસમાં વૃંદા અર્પણ,કથા વાંચન,આને દાનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો.એટલે જ કહેવાય કે," મન હોય તો માંડવે જવાય."
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૧૯-૯-૨૦૨૦

और पढ़े
Vibhuti Desai कोट्स पर पोस्ट किया गया English शुभ प्रभात
1 सप्ताह पहले

happy engineer day to all friends

Vibhuti Desai कोट्स पर पोस्ट किया गया ગુજરાતી हाइकू
2 सप्ताह पहले

ક્ષિતિજ

ક્ષિતિજ સમીપે
આપું તને
વેણ
ઝાલીશ હું તારો હાથ.

સપનું
લતા દીકરી પરી નાં લગ્નનો વિચાર કરતા કરતા નિદ્રાધીન થઈ. મેંહદી રંગ્યા હાથ, લાલચટ્ટક પાનેતરમાં શોભતી પરી એને કહી રહી," મા,જો મને પાનેતરમાં જોવાની તારી હોંશ પૂરી થઈને?" લતા ઝબકીને જાગી ગઈ ,દિવાલ પર નજર જતાં જ આંખ છલકાઈ ગઈ.

और पढ़े

ન્યૂઝ ઓફ ગાંધીનગર મેમ્બર ગૃપ

દ્વિતિય નંબર
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

NG/0044.
વિભાગ:- પદ્ય.
શીર્ષક:- મીઠાશ.

માડીના છેલ્લા દર્શન કરી લઈએ વીરા ને બેનડી.
ફરી ફરી આ ભવમાં હવે નહીં રે મળે.
અમી ઝરતી આંખડી મિચાઈ રે ગઈ.
મીઠાશ ભર્યા આશિષ હવે નહીં રે મળે.
કાયમના રહી ગયા તરસ્યા રે આપણે.
ચાલો, વીરા ને બેનડી માડીને આપીએ વિદાય.
પ્રભુ, પ્રેમથી રાખજે અમ‌ માડીને.
હવે હંમેશની એ તારા ભરોસે.
અમ, બાલુડાની પૂરજો એટલી આશ.
કર જોડી તુજને કરીએ વિનંતી.

✍️ વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૧૪-૮-૨૦૨૦

और पढ़े
Vibhuti Desai कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कहानी
1 महीना पहले
Vibhuti Desai कोट्स पर पोस्ट किया गया ગુજરાતી धार्मिक
1 महीना पहले

જન્માષ્ટમીની શુભકામના

ગોકુળ છોડી કાનો દ્વારિકા ગયો,
ધોળી ધોળી ગાવડી રહી ગઈ ગોકુળમાં.
ગોકુળ છોડી કાનો દ્વારિકા ગયો,
ગોરસ રહી ગયું ગોકુળમાં.
ગોકુળ છોડી કાનો દ્વારિકા ગયો,
વાંસળી રહી ગઈ ગોકુળમાં.
ગોકુળ છોડી કાનો દ્વારિકા ગયો,
મોરપિચ્છ રહી ગઈ ગોકુળમાં.
ગોકુળ છોડી કાનો દ્વારિકા ગયો,
ગોપીઓ રહી ગઈ ગોકુળમાં.
ગોકુળ છોડી કાનો દ્વારિકા ગયો,
કામળી રહી ગઈ ગોકુળમાં.
ગોકુળ છોડી કાનો દ્વારિકા ગયો,
રાધાજી રહી ગયા ગોકુળમાં.
ગોકુળ છોડી કાનો દ્વારિકા ગયો,
મમતાની મૂર્તિ રહી ગઈ ગોકુળમાં.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

और पढ़े
Vibhuti Desai कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कहानी
2 महीना पहले

સાહિત્ય સંગ્રહ સ્પર્ધા
વિષય:- સમય


લઘુ વાર્તા વિજેતા

દ્વિતિય નંબર:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

કાના માત્રા વગરનો સમય.કોઈના પણ ટેકા વગર એકલો અડીખમ ઊભેલો સમય. ભલભલાને ભૂ પાવા ની તાકાત છે એનામાં.રાજાને રંક અને રંકને રાજા બનાવી દીધા છે સમયે. જુઓને આજે , સમય નથી નું બ્હાનું બતાવી દૂર રહેતા હતા તેમને માટે સમય એવો આવ્યો કે મળવા માટે મન તરફડિયાં મારે. એટલે જ તો કહેવાય છે કે સમય સમય ની વાત છે.
જીવનમાં સમયનું ખૂબ જ મહત્વ છે. હંમેશા સમય વર્તીને ચાલો એવું વડીલો કહેતા.સમય આપણને શિસ્તપાલન, સંબંધની જાળવણી બધું જ શીખવે છે.દરેક કામ સમયાનુસાર કરીએ તો જીવનચક્ર બરાબર ચાલે.કુદરત નો ક્રમ પણ જુઓને, સમય અનુસાર ઋતુઓ આવે.ઋતુઓ પ્રમાણે ફળ, ફુલ, અનાજ, શાકભાજી વગેરે થાય. સમયાનુસાર સૂર્યોદય, સૂર્યાસ્ત થાય.સુખી થવું હોય તો સમયપાલન નો આગ્રહ રાખવો.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૧૪-૭-૨૦૨૦

और पढ़े
Vibhuti Desai कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
2 महीना पहले

રક્ષા બંધન ની શુભેચ્છા

વીરો મારો જુએ મારી વાટ,
રક્ષા બાંધશે મારી બેના.
લોકડાઉને પડાવ્યો બંધ,
કેમ કરી આવુ મારા વીરા?
કોરોના થી કરવા રક્ષણ,
ક્ષેમકુશળ ઈચ્છું સદા.
દેવસ્થાને થી લઈ સૂતર,
ભાભી પાસે બંધાવજે વીરા.
આપું હું અંતરનાં આશિષ,
સદા રક્ષણ થાય તારું.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

और पढ़े
Vibhuti Desai कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कहानी
2 महीना पहले

📗 સાહિત્ય સંગ્રહ✒ સ્પર્ધા
➖➖➖➖➖➖➖➖
ચિત્ર વાર્તા
શીર્ષક:- સફર
➖➖➖➖
પ્રકાર:- વાર્તા
➖➖➖➖

તૃતીય નંબર

નાનપણમાં સાંભળેલું કાશ્મીર એટલે ધરતી પરનું સ્વર્ગ. દાલ સરોવરમાં શિકારામાં ફરવાની મજા.બોટહાઉસમાં રહેવાની મજા. ચોમેર હરિયાળી.આવું મનમોહક વર્ણન સાંભળીને મનોમન એક સપનું રચાયું. જિંદગીમાં એક વખત તો ધરતી પરનાં સ્વર્ગની મોજ માણવી છે.
સાગર સાથે લગ્ન થયા, નવોઢા બની સાસરે આવી.એકાદ અઠવાડિયામાં જ સાગરે સરપ્રાઈઝ આપ્યું.હનીમુન ટ્રીપની કાશ્મીરની બુકિંગ ટીકીટ આપી.અહાહા મારા આનંદનો પાર નહીં. હું તો નાચી ઉઠી સાગરને વળગી જ પડી.સાગર તો આભો બની જોઈ જ રહ્યો. મેં કહ્યું," સાગર તારે લીધે જ મારું સપનું સાકાર થવાનું."
આખરે એ ઘડી આવી, જમ્મુ તાવી માં અમે શ્રીનગર પહોંચ્યા. મેં કહ્યું કે સૌથી પહેલા દાલ સરોવર જઈશું.એક શિકારા વાળાને મળી શિકારા સફર રાત્રે કરવાનું નક્કી કર્યું.
ચાંદની રાત,નિરવ શાંતિ અને શાંત દાલ સરોવરમાં અમે શિકારામાં સફર કરીએ કેટલું આહલાદક દ્રશ્ય! ચોમેર રેલાતી ચાંદની, મંદમંદ લહેરાતો પવન, સાથે સાગરનો હૂંફાળો સ્પર્શ. મેં સાગરને કહ્યું કે સ્વર્ગ અંહી જ છે.
સાગર કહે," મેડમ, હજુ ક્રુઝની સફર બાકી છે થોડા આનંદ, આશ્ર્ચર્ય એને માટે પણ રાખો."
બે દિવસની ક્રુઝની સફર લીધી.દિવસ રાત ક્રુઝમાં.બધા સુતાં હોય પણ અમે તો ક્રુઝમાં ખુલ્લામાં ચાંદનીની મજા માણી.ચોમેર પાણી, પાણીમાં પડતો વૃક્ષોનો પડછાયો, અને જહાજ જાણે બરફ પર સ્કેટીંગ કરતું હોય એમ સરકતું જાય.ખરેખર ખૂબ મજા આવી.મારું સપનું સાકાર થયું.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૧-૮-૨૦૨૦

और पढ़े