Physics is Life...

Bhoomi Shah verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 महीना पहले

ઝગમગતા તારલા અંધારી રાતમાં કેટલાં સુંદર લાગે ને!.... કંઈક એવાં જ ટમટમતા તહેવારો આપણી નીરસ અને અંધારી જિંદગીમાં સુંદરતા પ્રસરાવી દે છે... વાત માત્ર એમ નથી કે કોનાં તહેવારો ? હિંદુ, મુસ્લિમ કે ખ્રિસ્તી!... ઉજવણીનો અવસર જેનો પણ હોય દરેકને છેવટે પોતાની આગવી ઓળખ બતાવતો જ રહે છે....😇

આ ક્રિસમસ પણ એવી જ એક ઉજવણી... રંગબેરંગી કાગળો, ટમટમ કરતી લાઈટ, અને ઝગમગી ઉઠતો એ ક્રિસમસ ટ્રી પરનો તારલો. સાથે આવતી એક આશ કે સેન્ટા ઈચ્છાઓ પૂરી કરી દેશે...
કેટલો રમણીય તહેવાર... ચારે તરફ ફેલાતી રોશની અને રંગીન માહોલ મારાં મનમાં પણ આનંદ ફેલાવી દે છે...🤩
Merry Christmas to you all🎉🎉

और पढ़े
Bhoomi Shah verified बाइट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
2 महीना पहले

जिंदगी में ऐसे ही , बन जाते है कुछ किस्से चाहें से अनचाहे से ।

लाख कोशिशों के बाद भी , मिल जाते हैं कुछ अल्फाज़ चाहें से अनचाहे से ।

दर्द बहुत वोह दे जाते फिर भी, सीख भी दे जाते है चाही अनचाही सी ।

जिंदगी हमारी मोहताज नहीं , फिर भी दे जाती है हक हमें चाहें से अनचाहे से ।...

और पढ़े
Bhoomi Shah verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 महीना पहले

ધરાએ વૃક્ષરૂપી ગઝલ લખી અને આકાશ આકર્ષાય ગયું,

પણ સમાજને એ ક્યાં મંજુર હતું અને એ વૃક્ષ જ ઉખાડાય ગયું....

Bhoomi Shah verified बाइट्स पर पोस्ट किया गया हिंदी ब्लॉग
4 महीना पहले

हक नहीं है मेरा तुझपे, फिर भी जताना चाहतीं हुं ।

बातें कईं है करनी तुझको, पर चुप रहना मैं चाहतीं हुं ।

राहों में अकेले साथ तेरे, मैं यूहीं चलना चाहतीं हुं ।

ख्वाहिशे कईं है तेरी मुझसे, पर मजबूर मैं बनना चाहतीं हुं ।

हक जो तुं जताते हो मुझपे, में भी देना चाहतीं हुं ।

दिल हो सिर्फ मेंरे तुम, सिर्फ अपना रखना चाहतीं हुं ।

खुद ही खुद की मस्ती में ,मै यूहीं खोना चाहतीं हुं ।

चाहें कहें कोई खुदगर्ज मुझको, मैं सिर्फ दिल की सुननां चाहतीं हुं ।

और पढ़े
Bhoomi Shah verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 महीना पहले

નૂતન વર્ષાભિનંદન??

Bhoomi Shah verified बाइट्स पर पोस्ट किया गया English ब्लॉग
4 महीना पहले

Festival of Light ?

Bhoomi Shah verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 महीना पहले

शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥

Bhoomi Shah verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 महीना पहले

વાઘબારસ અને ધનતેરસની હાર્દિક શુભકામના.?...

Bhoomi Shah verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 महीना पहले

અણધાર્યો વરસાદ કેટકેટલાં બદલાવ દેખાડી રહ્યો, એક પળમાં અસ્પષ્ટ વાતાવરણ સ્પષ્ટ બનાવી રહ્યો,
કેટલાંય નયનોમાં સ્વપ્નો શણગારી રહ્યો,
કેટલાંય નયનોમાં અશ્રુ ઉભરાવી રહ્યો,
કોણ જાણે કેટકેટલાંની યાદ અપાવી રહ્યો,
મનમાં છૂપાયેલાં સંભારણા એક ક્ષણમાં યાદ અપાવી રહ્યો...
એક અણધાર્યો વરસાદ કોણ જાણે કેટકેટલાં બદલાવ લાવી રહ્યો...

और पढ़े
Bhoomi Shah verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 महीना पहले

આજે નવલાં નોરતાનો છેલ્લો દિવસ. નવ ઝગમગતી રાતો અને ઢોલ-ગરબાનો શોર. આનંદમાં ઝૂમતા ખેલૈયાઓ અને સ્થાપીત ગરબો. અહાહાહા... ઉત્સાહભેર મનથી નાત-જાતને ઘેર મુકી બસ આખી રાત માણવાનાં દિવસો. કોઈ રોક-ટોક નહીં, કોઈ બંધન નહીં કે કોઈ જાતનો સંકોચ નહીં. માંની આરાધના , ઉપવાસ, જમણવાર અને સેવાથી સંતુષ્ટ થતાં મન. જાતજાતની રંગબેરંગી ચણિયાચોળી, ગોળ ફરતાં ચમકતાં આભલાં, પગનાં નખથી માંડી માથાં સુધીનો શણગાર અને ગુલાબી હોઠોં પર આંખો સુધી લંબાતું સ્મિત. જગ-જનનની માં અંમ્બાનાં નવ રુપની શૌર્યગાથા. જાણે કેટલું બધું શીખવાડી જાય છે આ નવરાત્રીનો પર્વ. કેટકેટલા આશીર્વાદ આપી જાય છે. જ્યાં જીવનનાં કામો માટે 24 કલાક પણ ઓછાં પડે છે ખબર નહીં ક્યાંથી ભક્તિ અને આનંદનો સમય કાઢી શકાય છે. અને મેદાનમાં ઉભરાતાં આ લોકો!... બાપરે... કેટલીય વાર તો ઘણાં લોકોને જોઈ વિચાર આવે આ માણસને તો પહેલીવાર જોયાં. ભલેને પોતાનાં એરીયામાં જ ગરબા રમતાં હોય. પછી વિચાર આવે ખરેખર રોજબરોજની જિંદગીમાં એટલો સમય જ ક્યાં છે કે કોઈ સામે જોઈએ, વાતો કરીએ કે ઓળખાણ વધારીએ.
અહીંયા તો મારો દરેક કામનો સમય નક્કી. પાંચ મિનિટમાં આ કામ, સાત મિનિટમાં આ કામ અને આટલાં વાગ્યે ઘેરથી નિકળીયે એટલે સમયસર જે-તે સ્થળે પહોંચી જવાશે. મારાં મમ્મી રોજ બોલે કે કોઈક દિવસ આ આદતને કારણે ફસાઈ જઈશ . પાંચ દસ મિનિટ જલદી ઉઠવું કે પાંચ મિનિટ જલદી નીકળવામાં શું જાય છે!... પણ મમ્મીને કોણ સમજાવે કે રોજની બોરીંગ લાઈફમાં એક thrilling experience આ જ છે.. અને આ નોરતાં આવે ને મારી દિનચર્યા બદલાય જાય. પણ આ નવરાત્રીનો આનંદ મારાં બોરીંગ જીનમાં રંગો, આભલાં, મેચીંગ ઓઢણીઓ અને ગરબાની રમઝટ લઈને આવે. કદાચ એટલે જ મારો સૌથી પસંદગી ભર્યો પર્વ નવરાત્રી જ હોય . થોડું દુઃખ થાય છે કે બસ યાર પુરું આજે બધું?!... દશેરા પછી ફરી પેલી પાંચ-દસ મિનિટ માટે દોડવાનું?!...
પણ કહેવાય છે ને બદલાવ એ જીવનનો નિયમ છે.. જ્યાં છે, જે પણ કામ કરતાં હોય કે ભણતાં હોય, આશા છે કે આ નવરાત્રીથી માંડી આવતી નવરાત્રી સુધીનું આખું વર્ષ માંના આશીર્વાદથી પ્રગતિશીલ બને. મને પણ અને તમને પણ ધારેલાં દરેક કામમાં સફળતા મળે.
Waiting for the next hopeful and happy navratri.

और पढ़े