Always believe in yrself

kittu कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
3 महीना पहले

# વાતોડિયું

વાતોડિયું એનું વ્યકિતત્વ
કેવી રીતે કોઈને ન ગમે...

ઉલ્લાસમાં રહેતું એનું મન
સૌ કોઈને આનંદ બક્ષે...

રહેતી સદાય આનંદમાં
રાખતી ય સૌને આનંદમાં...

વૃદ્ધોને તે ખૂબ વ્હાલી
ને બાળકોની પ્રિય પ્યારી...

વાતોમાં તેની નિખાલસતા
ને હાસ્યમાં નિર્દોષતા...

આમ તો સતત વાતો ન ગમે
પણ એની વાતો બહુ ગમે...

હંમેશ હસતી ને હસાવતી એ
ન પૂછો કોણ હતી એ???
kittu

और पढ़े
kittu कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
3 महीना पहले

# ઝડપી
કોરોના તે તો બહુ ભારે કરી
આ ઝડપી દુનિયા થંભાવી દીધી

માનવજાતને અળગી કરી
છતાં માનવતા શીખવાડી દીધી

સામાજિક અંતર રીત બની
પણ કુટુંબોમાં ફરીથી પ્રીત ભળી

ઘરની બહાર ભલે બીક રહી
છતાંય અંદર તો નિત મોજ નવી
kittu

और पढ़े
kittu कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
4 महीना पहले

#શાંત

શાંત તેની આંખોમાં કેટલીય ઉથલપાથલ હતી...
કારણ લગ્નની તૈયારીઓ નજરો સામે રમતી હતી...

આંખોમાં અરમાન ઘણા ને પ્રશ્નોની કતાર હતી
સ્વતંત્રતા છીનવાશે કદાચ એવી તેને ભીતી હતી...

માતા-પિતા ને છોડીને દૂર જવાથી ડરતી હતી
ભાઈ સાથે કરેલા તોફાનની પળો એ ગણતી હતી...

ભાવિ ભરથાર મિત્ર સમો છે એ જાણતી હતી
છતાંય કેમ જાણે મનોમન સંવાદ એ કરતી હતી...

પિતાના શાંત હ્રદયના તોફાનને ય સમજતી હતી
વિદાયની વેળા તો દિકરી માટે ય કયાં સહેલી હતી...

નાનપણથી જ તે ઘરમાં બધાને પ્રશ્ન કરતી રહી
શાને ફક્ત દીકરી ત્યજે પિયર દિકરો કેમ નહિ???
kittu

और पढ़े
kittu कोट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
4 महीना पहले

#કિંમતી

જન્મ આપ્યા બાદ પોતાના બાળકને પહેલીવાર હાથમા લેતાં, મા ની આંખોમાંથી વહેલા હર્ષના આંસુથી વધુ કિંમતી શું હોઈ શકે??
kittu

और पढ़े
kittu कोट्स पर पोस्ट किया गया ગુજરાતી सुविचार
4 महीना पहले

#કિંમતી
દરેક સંબંધ કિંમતી હોય છે, પરંતુ મિત્રતા તો અનમોલ હોય છે...
kittu

kittu कोट्स पर पोस्ट किया गया हिंदी विचार
4 महीना पहले

#શાંતિપૂર્ણ

शांतिपूर्ण जीवन ही जी रहे थे अपने माहौल में
क्या जरूरत थी उनसे उनकी जिंदगी छीनने की ???

वो अकेला जीव होती तो शायद कब की मर जाती
पर वो तो माँ थी तभी बचने की जहमत उठा रही थी।

बचने की हर कोशिश नाकाम रही होगी बेचारी की
पर हा,वो माँ थी कोई योध्दा से कम भी नही थी ।।।
kittu

और पढ़े
kittu कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
4 महीना पहले

#Polite

અવિવેકીને પણ વિવેક ની આશા
રાખે વડીલો જો ને માનની આશા...

મળતું નથી કાંઈ માન એમ ઉંમરથી
રહેવું પડે છે એ તો પ્રેમ ને વિવેકથી...

મોટા હોય છતાંય મોટપણ ભૂલે
ને નાનેરાંનું સતત અપમાન કરે...

સભ્યતાનો છાંટો માત્ર ય ન હોય
ને "વિવેકી બનો" એમ કહેતા હોય...

દરેકેદરેક વડીલ આવા ન હોય
એ તો ગણ્યા ગાંઠ્યા જ હોય...
kittu

और पढ़े
kittu कोट्स पर पोस्ट किया गया हिंदी कविता
4 महीना पहले

#વિવેકી

बहू चाहिए# सभ्य सभी को
चाहे बेटा कितना निक्कमा हो

वाणी विचार से उच्च हो
भले खुद की सोच नीच हो

उसे हसने की पाबंदी हो
और खुद जी भर हसते हो

क्यूँ सजने की बात करते हो
जब घूंघट में उसको रहना हो ।
kittu

और पढ़े
kittu कोट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
4 महीना पहले

થયું સુશોભન દ્વારનું
કોમળ તારા પગલાંથી

ગૂંજી ઘરની દિવાલો
ખડખડાટ હાસ્યથી

સજીવ થયું રાચરચીલું
તારા પ્રેમાળ સ્પર્શથી

ઈશ્વરની અનમોલ ભેટ તું
દીકરો નહિ તું શ્વાસ છું...
kittu

और पढ़े

જોઈ તને શશી કેટલાય શેર લખાયા
ગુણ તો કદીક અવગુણ લખાયા

તારા રુપ આગળ જે ઝાંખા પડયા
તે તો વર્ણન કરી ન શકયાં

ને અનુભવી જેણે શીતળતા
વર્ણન તારું કરતાં જ રહયાં
kittu

और पढ़े