I like Nature, Culture, An Art and Literature. I Respect all An Artist, God , Family and Girls/womes.I Love Music because Music is My Love ,Life and God

ગીત

સદીઓની તરસ હતી ને બાળપણની વય,
શૈશવ અને શમણાં વચ્ચે ન્હોતો કોઈ ભય.

ઘરડો વડલો સાદ કરે ને, પાદરમાં જઈ પૂગું.
આમ્રકુંજમાં કોયલ કૂકે, ટહુકે ટહુકે ખૂલું.

આથમતો સૂરજ પણ બોલે, અંધકારની જય,
શૈશવ અને શમણાં વચ્ચે ન્હોતો કોઈ ભય.

ખેતરમાં તડકો વરસે, ઘરની ડેલીએ ચોમાસું,
આંખ ઝરે તો એવું લાગે, ક્યાંથી આવે આંસુ ?

સમજણ વિના અંગે અંગ વ્યાપી વળે સમય,
શૈશવ અને શમણાં વચ્ચે ન્હોતો કોઈ ભય.

દાદાને મન ચરકડી, દાદીને મન હું લીલું પાન,
પાંચીકા જ્યાં ઊછળે, ભૂલી જાઉં શાન ભાન.

સાદો દાખલો ન આવડે, ક્યાંથી ઊકલે પ્રમય ?
શૈશવ અને શમણાં વચ્ચે ન્હોતો કોઈ ભય.
***

-કૃષ્ણકાંત ભાટિયા
# 'કાન્ત'

और पढ़े

કરવો છે એક પ્રશ્નને હલ, બીજું કૈં નહીં;
શું પ્રેમમાં છે દર્દ અટલ, બીજું કૈં નહીં ??

પ્હેલાં થયેલી આંખ તરલ, બીજું કૈં નહીં;
ને ત્યાર બાદ જન્મી ગઝલ, બીજું કૈં નહીં !

હમણાં સુધી તો આપણે સૌ માણસો હતાં,
આજે થયાં અશ્વેત-ધવલ, બીજું કૈં નહીં.

એ બાજુ ફૂલ, ઘાસ, પવન ને પહાડ છે;
આ બાજુ ફક્ત એક ટનલ, બીજું કૈં નહીં !

હો રસ્મ મોતની કે મુહબ્બતની હો પ્રથા,
થઇ જાય બંધ બેઉ પટલ, બીજું કૈં નહીં !!

-#દિવ્યા_રાજેશ_મોદી

और पढ़े

આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ,
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઈએ.

સ્નેહના બિંદુથી ચાતકને મળે સંતોષ, પણ !
મુજ તૃષા એવી કે, ચાહતનો સમંદર જોઈએ.

માનવી દાનવ બને સિદ્ધિની સંગતમાં રહી,
એટલે ના વિશ્વમાં કોઈ સિકંદર જોઈએ.

મૌનની ભાષા તો વંચાતી નથી મુજથી, હવે !
કૈંક તો બોલો તમે, આજે તો ઉત્તર જોઈએ!

આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું સઘળું સમય પર જોઈએ.

છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ,
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઈએ.

એ ખરું ‘મનહર’ કોઈ દર્શન નથી આપી શકયો,
છે ગઝલ જીવનનું દર્શન જો ખરેખર જોઈએ.


#મનહરલાલ_ચોકસી

और पढ़े

સોળ કળાએ..
શોભે પ્રસન્નભાનું..
ઓસની ઓથે...

લાવી છે આજ..
નવો એ ઉપહાર..
આજની ઘડી...

ખીલ્યા છે આજ..
કાંઈક નવા પુષ્પો..
શુભ સવારે...

કહું છું સૌને..
હ્રદય પૂર્વક હું..


# (જગત)

और पढ़े

ખીચડી ને ભાખરી , અથાણાંના છોડિયા
ડાળાં ને ગરમર ને છાશ ભર્યા છાલિયા
માથેથી ચીભડાંનું શાક
મોસાળે માણેલા વૈભવની યાદ
મને શૈશવનાં દિવસો , તું આપ.

ઘરની પછીતે એક માટીનો ચૂલો
ને પીંડો એક લોટ મામી બાંધે
મામી વણે ને મામા ભાખરીઓ ચોડવે
ને સાથે મળીને વાળુ રાંધે
ભાણિયા જમે એમાં કેટલાય બ્રાહ્મણને
પ્રેમે જમાડ્યાનું માપ !
મને શૈશવનાં દિવસો , તું આપ.

ડુંગળીને હાથ વડે ભાંગીને ખાતા
ને ક્યારેક ખાતાં’તાં અમે ગોળ
ખીચડીમાં બે ટીપાં નાંખીને ઘી
કેવું હેતથી એ કહેતા’તા, ચોળ
ફીણીને કોળિયો મોમાં મુકીને
અમે ભૂલી જતાં’તાં બધાં તાપ
મને શૈશવના દિવસો, તું આપ.

કઇ રીતે બે છેડા મેળવતા બેઉ
અને કેમ પૂરા કરતા’તા ઓરતા ?
એથી અજાણ અમે આનંદે ઉજવતા
હોળી દિવાળી ને નોરતા
કઇ રીતે ઘરના બજેટમાં એ લોકો
મુકતા હશે એ ક્યાં કાપ ?
મને શૈશવના દિવસો, તું આપ.

મારું ને તારું એ સઘળું સહિયારું
અમે રમતાં’તાં ભાંડરુ સંગાથે
મનડાંની શેરીમાં યાદ તણો સાદ
આજ પડઘાતો આંસુની સાથે
ઢળતી આ સાંજે હું ઝૂલું છું એકલો
સ્મરણોની સાથે ચૂપચાપ
મને શૈશવના દિવસો, તું આપ.

આજે એ સઘળાં જઇ ફોટોમાં બેઠાં
ને ફોટો ટીંગાઇ રહ્યા ભીંતે
આજે તો સઘળું છે પાસે પણ એવો એ
આનંદ ન આવે કોઇ રીતે
કેવી અમીટ છે એ વીતેલા દિવસોનાં
મધમીઠા સ્મરણોની છાપ
મને શૈશવના દિવસો, તું આપ!

#અજ્ઞાત

और पढ़े

એક તાજો મત્લો :

શ્વાસ જેવું ખાસ છે એ કોણ છે ?
અંદર જે અજવાસ છે એ કોણ છે ?

#ચિંતન

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને-
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોનાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઊંબરની આસપાસ

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ.

#મનોજ_ખંડેરિયા

और पढ़े

*ચહેરો કહે જ છે*

પૂછો નહીં કે કેમ છે? ચહેરો કહે જ છે;
પૂછો નહીં કે પ્રેમ છે? ચહેરો કહે જ છે.

સાચું હશે કે નહીં ભલા? પૂછો નહીં તમે;
તમને ય શેનો વહેમ છે? ચહેરો કહે જ છે.

એની હકીકતમાં જ એ સાચી હશે ખરી?
વાતાનુકૂલિત નેમ છે? ચહેરો કહે જ છે.

એના વિચારો જેમ એ છોડી શકે નહીં;
શ્વાસો ય એની જેમ છે? ચહેરો કહે જ છે.

છૂપું નથી હોતું અહીં ઈશ્વરનું કામ પણ;
એની ય કેવી રહેમ છે? ચહેરો કહે જ છે.

રમ્યા કરોને છો તમે અહીંયા સફાઈથી;
આ જિંદગી કે ગેમ છે? ચહેરો કહે જ છે.

#ડૉ_મુકેશ_જોષી

और पढ़े

વિશ્વ જૈવિક વિવિધતા દિવસ

પ્રકૃતિ સંવાદ કરે અરસ પરસ ચેક નિરખો
કિડીને કણ હાથીને મણ આપી દે છે પ્રકૃતિ

પ્રકૃતિના સહુ કોઈ લાડકવાયા ન વહાલા દવલા
સહુ એક સમાન સહુને સરખો ન્યાય કરે પ્રકૃતિ

પ્રકૃતિમાં મુક્ત પણે વિચરે તૃણભક્ષી માંસભક્ષી
જીવની પાછળ જીવ સજીવ ચક્ર ફેરવે પ્રકૃતિ

પ્રકૃતિમાં લાડકવાયા પંખી અહીં કરે કલશોર
ભમરા તીતલી મધમાંખી વૃદ્ધિ કરે પ્રકૃતિ

પ્રકૃતિમાં અટલ નિયમ જીવો જીવસ્ય ભોજન
જતન કરો વૃક્ષ વેલા પશુ પંખી પ્રાકૃતપણે

#યોગેશ_વ્યાસ
૨૩.૦૫.૨૨

और पढ़े

સ્વરચિત -લો ગમે તો કહો ગમી -
************* ********** *********
પહેલા તો એ આશા બંધાવશે,
પછી જીવન ભર ટાટળાવશે!

તદ્દન નાની ક્ષુલ્લક વાતો સારું,
મંદિર મંદિર અમથું ભટકાવશે!

નહીં મળે, નહીં દેખાય, અદ્રશ્ય,
છતાં છે એવો ભ્રમ જળવાવશે!

અહંકાર તો જુઓ એનો કેટલો,
તને ડરતો રાખવા કેર વરતાવશે!

ખુદ રૂપાળા દેખાવું એને પણ ગમે,
નિત્ય નવા એ શણગાર સજાવશે!

વખાણ તો વ્હાલા એને પણ હો કે,
સહુને કરી ટોળું સ્તુતિ ગવડાવશે!

નથી જુદો એ, ભટ્ટજી જાણી લે,
અણી ટાણે એ નક્કી રખડાવશે!

#મેહુલ_ભટ્ટ (20.5.22)

और पढ़े