નમસ્કાર મિત્રો, હું પ્રતિક. વિજ્ઞાન પ્રવાહનો વિધાર્થી છું અને અત્યારે ગ્રેજ્યુએશનના છેલ્લાં વર્ષમાં છું. કોલેજનો છેલ્લો વર્ષ ભરપૂર જીવીને જલસા કરવા કે કઈંક નવું કરવું, એ મથામણમાં છેવટે મારી અંદરનો સાહિત્યકાર જીતી ગયો અને મેં કલમ પકડી લીધી. હવે એ સરસ હાલે છે કે ડગુમગુ, એ તો તમારાં રિવ્યૂઝ પરથી ખબર પડશે, પણ ત્યાં સુધી મારી અંદરના આ નવા કિરદારને પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. આમ પણ હું પુનર્જન્મમાં માનતો નથી, તો શા માટે આ જન્મને પૂરેપૂરો ઉજવી ન લેવો. પછી ટીવી સિરિયલોમાં ભૂત બનીને નામ અને ચહેરો બગાડીને બિચારા નિર્દોષોને બિવડાવવાં કરતાં અત્યારે જ ભડાકા કરી લેવા સારા.. ખરુંને. મારી સ્ટોરીઝ અને નવલકથા તમને કેવી લાગી એ જરૂર જાણાવજો. આપના પ્રતિસાદનો ઈન્તેજાર રહેશે.

कोई बाईट्स उपलब्ध नहीं है.

कोई बाईट्स उपलब्ध नहीं है.