Niyati book and story is written by Niyati Kapadia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Niyati is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નિયતિ - - નવલકથા
Niyati Kapadia
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
નિયતિ ક્રિષ્ના, મુરલી અને પારિજાતના ફૂલો વચ્ચે પનપતી એક પ્રેમકથા!પ્રસ્તાવના:એક સ્ત્રી એના જીવનમાં શું ઈચ્છતી હશે? ખાસ કરીને જ્યારે પણ એના લગ્નની વાત આવે, કોઈક અજાણ્યાં માણસ સાથે ઠરીઠામ થવાની વાત આવે ત્યારે એ શું વિચારતી હશે? એક એવો જીવનસાથી જે એને ફૂલની જેમ સાચવે કે, પછી એવો જે એને પોતાને ફૂલની જેમ ખીલવાની મોકળાશ આપે? એક એવો લાઈફ પાર્ટનર જે એના સપનાનો રાજકુમાર હોય કે, પછી એવો જે એના સપનાને સાચોસાચ એની દુનિયામાં લાવી એને હકીકતમાં ફેરવી નાખે! કોઈ એવી વ્યક્તિ વધારે જરૂરી છે જેની સાથે એ આખી જિંદગી ખુશી ખુશી વિતાવવાનું પસંદ કરે કે, કોઈ એવી વ્યક્તિ જેની સાથે
નિયતિ ક્રિષ્ના, મુરલી અને પારિજાતના ફૂલો વચ્ચે પનપતી એક પ્રેમકથા!પ્રસ્તાવના:એક સ્ત્રી એના જીવનમાં શું ઈચ્છતી હશે? ખાસ કરીને જ્યારે પણ એના લગ્નની વાત આવે, કોઈક અજાણ્યાં માણસ સાથે ઠરીઠામ થવાની વાત આવે ત્યારે એ શું વિચારતી હશે? એક એવો ...વધુ વાંચોજે એને ફૂલની જેમ સાચવે કે, પછી એવો જે એને પોતાને ફૂલની જેમ ખીલવાની મોકળાશ આપે? એક એવો લાઈફ પાર્ટનર જે એના સપનાનો રાજકુમાર હોય કે, પછી એવો જે એના સપનાને સાચોસાચ એની દુનિયામાં લાવી એને હકીકતમાં ફેરવી નાખે! કોઈ એવી વ્યક્તિ વધારે જરૂરી છે જેની સાથે એ આખી જિંદગી ખુશી ખુશી વિતાવવાનું પસંદ કરે કે, કોઈ એવી વ્યક્તિ જેની સાથે
પ્રકરણ ૨ જે કંપનીએ ક્રિષ્નાને અહિં ટ્રેઇનિંગ માટે બોલાવેલી એણે બીજી ચાર છોકરીઓને પણ ક્રિષ્નાની સાથે બોલાવી હતી. એ બધાને રહેવા માટે એક ઇમારતમાં એક એક રુમ અલગથી ફાળવેલી હતી. ક્રિષ્નાની સાથેની બાકીની બધી છોકરીઓ દક્ષિણ ભારતની (સાઉથ ઇન્ડિયન) ...વધુ વાંચોક્રિષ્નાને એ લોકોની સાથે અંગ્રેજીમાં જ વાત કરવી પડતી. એ લોકો હંમેશા એમની માત્રુભાષામાં જ વાત કરતા, ક્રિષ્નાને એમાં એક અક્ષરેય સમજાતો નહિં. એની બાજુની રુમમાં રહેતી છોકરી, આસ્થાને થોડું થોડું હિન્દી આવડતું હતું અને એ સ્વભાવની પણ સારી હતી, ક્રિષ્ના ફક્ત એની સાથે થોડી વાતો કરી શકતી.બેંગલોર આવ્યાને આજે સાત દિવસ થઈ ગયા હતા. આગળના ત્રણ દિવસતો મમ્મી-પપ્પા સાથે સરળતાથી
કુર્તા જોવા ગયેલી ક્રિષ્ના છાપાના છેલ્લે પાને પોતાનું જ નામ જોઈને અકળાઈ હતી. એ કાર્ટૂનિસ્ટ નું નામ વાંચીને, એને બરોબર યાદ રાખવા મનમાં, “મુરલી...મુરલી...” રટતી ક્રિષ્ના પાછી ફરી ત્યારે બધી છોકરીઓ જમીને ક્યારનીય આવી ગઈ હતી, ફક્ત એની જ ...વધુ વાંચોજોવાઇ રહી હતી. “લો, આવી ગયા મેડમ!” ક્રિષ્નાને જોતાજ સરિતાના મોંમાંથી શબ્દો સરી પડ્યા.ક્રિષ્ના કોઇ જવાબ આપવાના મુડમાં ન હતી, એણે ચુપ રહેવાનુ જ પસંદ કર્યું.બધી છોકરીઓને એમની કંપનીમાં કામ કરતા એક સિનિયર એંજીનિયર, મી. શ્રીનિવાસનના હાથ નીચે કામ શિખવાનું હતું. એ ચાલીસેક વરસના, ઠરેલ અને એમના કામમાં ખુબ જ હોંશિયાર માણસ હતા.“સૌથી પહેલી એક વાત મગજમાં ફીટ કરીલો, “થોડાક સાઉથ
સવારે ક્રિષ્ના ઉઠી ત્યારે તાજગી મહેસુસ કરી રહી હતી. ઘણા દિવસે એ એકધારું પાંચ-છ કલાક ઊંઘી હતી. કશોક અવાજ થવાથી એની આંખ ખુલેલી...“ઓહ્....મારો ફોન વાઇબ્રેટ કરે છે...” એક કુદકા સાથે ઉઠીને ક્રિષ્નાએ ફોન લીધો. ઘરેથી મમ્મીનો ફોન હતો.“હલો...”“જય શ્રીક્રુષ્ણ ...વધુ વાંચોબાથરુમમાં હતી ફોન લેતા ઘણી વાર કરી!” “ના મમ્મી, હું સુતી હતી.” ક્રિષ્નાએ એક બગાસુ ખાધું.“આઠ વાગવા આવ્યા દીકરા, આટલા વાગે પરવારીને તૈયાર થઈ જવું જોઇએ.....ઠીક છે ચાલ, મેં તને એ યાદ કરાવવા ફોન કરેલો કે આજે એકાદશી છે, ઉપવાસ થાય તો કરજે પણ, આજે ચોખાનો દાણોય મોંમાં ના જવો જોઇએ!“ હા હવે મને ખબર છે. સારું કર્યું તે યાદ દેવડાવ્યું.
સફેદ જગ લુંગી અને તેવાજ કુર્તામાં સજ્જ મુરલી ટિપીકલ સાઉથ ઇન્ડીયન લાગી રહ્યો હતો. એના શ્યામવર્ણા ચહેરા પર એક સ્મિત રમી રહ્યુ હતુ. એના ડાબે ગાલે એકબાજુ પડતું ખંજન એના સ્મિતને અને એના સમગ્ર ચહેરાને માસુમિયતથી ભરી દેતા હતા. ...વધુ વાંચોવાંકળીયા વાળ સરસ રીતે હોળાયેલા હતા. એની આંખો.....એની આંખોમાં વશિકરણ હતું. સામાન્ય રીતે હોય એના કરતા વધારે લાંબી, બદામ આકારની, લાંબી પાંપણોવાળી એની આંખોમાં ક્રિષ્નાને લાગ્યું જાણે એ ઊંડી ને ઊંડી ઉતરી રહી હતી....પરાણે ક્રિષ્નાએ એની લાંબી કાળી પાંપણોને ઝુકાવી લીધી. જાણે કોઇ મોહપાસમાંથી એ છુટી....“સરખું થઈ ગયું. ક્રિષ્ના ગુજરાતીમાં જ પુછી બેઠી.“હા થઈ ગયુ.” શુધ્ધ ગુજરાતી ઉચ્ચારણ સાથે મુરલીએ