Beiman book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Beiman is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બેઈમાન - નવલકથા
Kanu Bhagdev
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
મોતીલાલ જૈન અત્યારે પોતાની ચેમ્બરમાં, રીવોલ્વીંગ ચેર પર બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. એની ઉંમર આશરે પંચાવન વર્ષની હતી. પરંતુ તંદુરસ્તી પ્રત્યે પૂરતી કાળજી રાખવાને કારણે પિસ્તાળીસથી વધુ નહોતી દેખાતી. આ ઉંમરે પણ એના વાળ કાળા હતા. ગોળ આકર્ષક ચહેરો, આંખ પર સાદા ગ્લાસના સોનેરી ફ્રેમના ચશ્મા, બંને હોઠ વચ્ચે જકડાયેલી સિગારેટ, જમણા હાથની પહેલી બે આંગળીમાં ચમકતી સોનાની વીંટી, આ બધું તેના વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવતું હતું.
મોતીલાલ જૈન અત્યારે પોતાની ચેમ્બરમાં, રીવોલ્વીંગ ચેર પર બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. એની ઉંમર આશરે પંચાવન વર્ષની હતી. પરંતુ તંદુરસ્તી પ્રત્યે પૂરતી કાળજી રાખવાને કારણે પિસ્તાળીસથી વધુ નહોતી દેખાતી. આ ઉંમરે પણ એના વાળ કાળા હતા. ગોળ ...વધુ વાંચોચહેરો, આંખ પર સાદા ગ્લાસના સોનેરી ફ્રેમના ચશ્મા, બંને હોઠ વચ્ચે જકડાયેલી સિગારેટ, જમણા હાથની પહેલી બે આંગળીમાં ચમકતી સોનાની વીંટી, આ બધું તેના વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવતું હતું.
માધવીએ દ્રષ્ટિમર્યાદા ઓળંગી કે તરત જ પેલો રહસ્યમય ઓવરકોટધારી સ્ફૂર્તિથી સાગર બિલ્ડીંગની બરાબર સામે આવેલા પબ્લિક પાર્કીંગ તરફ આગળ વધ્યો.
પાર્કીંગમાં કાર,સ્કુટર,મોટર સાઇકલ જેવા કેટલાંય વાહનો પડ્યા હતાં.
ઓવરકોટધારી પાર્કીંગમાંથી એક સ્કૂટર બહાર કાઢીને માધવી ગઈ હતી, એ તરફ જવા માટે ...વધુ વાંચોથઇ ગયો.
ચોકીદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરાવીને વામનરાવ ભોળારામની રાહ જોવા લાગ્યો.
ડોક્ટર તથા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટનું કામ પૂરું થઇ ગયું હતું તેથી તેઓ ચાલ્યા ગયા હતાં.
ઓફિસમાં હવે ફક્ત વામનરાવ, મહાદેવ જ બાકી રહ્યા હતાં.
અડધા કલાક પછી ભોળારામ પાછો ફર્યો. મોહનલાલ બીજી ...વધુ વાંચોબેઠો હતો.
વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.
‘સાહેબ...!’ એની નજરનો અર્થ સમજીને ભોળારામ બોલ્યો, ‘અજીત ઘેર નથી.’
‘શું ?’ વામનરાવે પૂછ્યું, ‘એ ક્યાં ગયો છે તેના વિશે તે ઘરના લોકોને પૂછ્યું નથી?’
સાંજનો સમય હતો.
દિલીપે, શાંતાના જન્મદિવસની ખુશાલી રૂપે તેના ઘેર એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં અમુક ખાસ માણસોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં તાજેતરમાં જ મુંબઈથી બદલી થઈને આવેલો ઇન્સ્પેક્ટર ખાન, ઇન્સ્પેક્ટર વામનરાવ અને સબ.ઇન્સ્પેક્ટર અમરજી જેવાનો ...વધુ વાંચોથતો હતો. ઇન્સ્પેક્ટર ખાન બઢતી પામીને વિશાળગઢનો નાયબ પોલીસ કમિશ્નર તરીકે મોકલવામાં આવ્યો હતો. ખાને પોતાની કારકિર્દીની શરૂઆત કોન્સ્ટેબલ તરીકે કરી હતી અને માત્ર દસ વર્ષના ગાળામાં જ એક પછી એક શિખરો સર કરતો આજે તે વિશાળગઢનો નાયબ પોલીસ કમિશ્નર બની ગયો હતો. તે એક ખુબ કર્તવ્યનિષ્ઠ અને બહાદુર માણસ હતો અને સાથે સાથે નાગપાલની કાર્યવાહીનો પ્રસંશક પણ હતો. દિલીપ તથા ખાન અગાઉ ઘણી વખત મળી ચુક્યા હતાં. ખાન જે કંઈ કરતો-કહેતો એ ડંકાની ચોટ પર કહેતો હતો. દિલીપ અને ખાન બંને સરખી વયના હોવાથી એકબીજાને એકવચનમાં સંબોધતા હતાં.
લેડી વિલાસરાય રોડ પર આવેલો પ્રમોદ કલ્યાણીનો બંગલો ખૂબ જ સુંદર અને આધુનિક હતો.
દિલીપે બંગલામાં પહોંચીને ડોરબેલ દબાવી.
અંદર ક્યાંક ડોરબેલનો મધુર અવાજ ગુંજ્યો.
બહાર ઉભેલા દિલીપ તથા શાંતા પણ એ અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શક્યા હતા.
થોડી પળો બાદ આશરે ત્રીસેક ...વધુ વાંચોવય ધરાવતી એક સાધારણ દેખાવની સ્થૂળકાય સ્ત્રીએ બારણું ઉગાડ્યું.
‘બોલો...!’ એણે દિલીપ તથા શાંતા સામે જોતા રુક્ષ અવાજે કહ્યું.