દુનિયામાં સૌથી મજબૂત અને સૌથી રહસ્યમય કંઈ હોય તો એ છે માનવ મન. માનવીના મનમાં ઉભરાતા, ઉછાળા મારતાં લાગણીઓના પુર જ નવી નવી ઘટનાઓ ઘટવાનું કારણ બને છે અને એને પેપર પર કંડારીને, આપની સમક્ષ એક વાર્તા રૂપે લઈ આવીશ હું... આપ એ વાર્તાને વાંચજો અને આપનો અમૂલ્ય પ્રતિભાવ ચોક્કસ આપજો.

Niyati Kapadia verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
10 घंटा पहले

કેટલાક માણસોને સમજાવવા કે તમારી વાત એમને ગળે ઉતારવી અશક્ય હોય. ખુદ ભગવાન પણ જો પૃથ્વી ઉપર ઉતરી આવે અને પ્રયત્ન કરી જુએ તો એ પણ એમની દાઢી ખંજવાળતા વિચારવા લાગે કે, એવું તો કયું તત્વ આ નંગમાં વધારે/ઓછું પડી ગયું?

દુનિયામાં તમને દરેક પ્રકારના નમૂના ઠેર ઠેર જોવા મળી જ જાય. હું માણસોને એમની સમજશક્તિને આધારે ત્રણ ભાગમાં વહેંચી શકું છું.

૧) કેટલાક એવા હોય જે દરેક વાતની જાણકારી રાખતા હોય. નાનામાં નાની ટેકનિકલ બાબતોથી વાકેફ હોય. એમની નજર પણ એવી પારખું થઈ ગઈ હોય કે તરત જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખે... આવા લોકો પ્રત્યે મને માન છે. આ જાતિના લોકો દલીલ કરે તો એમાં કંઇક તથ્ય હોય. તમને એમની સામે વિરોધ નોંધાવવાની પણ મજા આવે. આ લોકો એમની ભૂલ થતી હોય તો જાતે સમજી જાય અને એને સુધારવા પ્રયત્ન પણ કરે. આમને તમે સમજાવી શકો પણ એ માટે તમારે પણ જ્ઞાની બનવું પડે...👍

૨) બીજી કેટેગરીમાં આવે છે સાવ અજ્ઞાની માણસ. જેને કોઈ વાતની કંઈ જ ખબર નથી અને એ સ્વીકારવામાં એને કોઈ શરમ નથી નડતી. એ પહેલા જ કહી દેશે મને કાય ખબર નથી. આવા માણસોને સમજાવવા એકદમ સરળ. એ તમારી વાત ધ્યાનથી સાંભળશે અને એને પૂરી રીતે સમજવાનો પ્રયાસ કરશે. જે નહીં સમજાય એટલું પૂછશે, વારંવાર પૂછશે અને છેવટે તમારી વાત માની જશે. હું આમને ભગવાનના માણસ કહું છું! આમને હું દસ વખત સમજાવી શકું અને તોય કંટાળો ના આવે!

૩) ત્રીજી અને સૌથી ભંગાર કેટેગરીમાં આવે છે એવા માણસો જેમને નથી કોઈ જાતની ખબર, નથી સામેવાળાની વાત સાંભળવાની ધીરજ કે નથી કંઈ સમજવાની શક્તિ! તમે એમને કંઈ કહેવા જાઓ એટલે તમે તમારું વાક્ય પૂરું કરો એ પહેલા એમનું બોલવાનું ચાલું થઈ જાય. નોન સ્ટોપ અને એ પણ હેતુ વગરનું બોલવામાં આ લોકો પહેલા નંબરે આવે. તમે શું વાત કરતા હો એ શું સમજે અને ક્યાં તમારી ભૂલ દેખાડે એ જોઈ તમને ધોળે દહાડે તારા દેખાઈ જાય! આવા લોકોને તમારી વાત મનાવવી એટલે લોઢાના ચણા ચાવવા, કદાચ એ પણ સહેલું લાગે મગજની પત્તર ખાંડયા કરતાં..! પોતાને સૌથી હોંશિયાર માને અને બીજા બધા જાણે એમને છેતરવા જ ઊભા હોય એમ દરેક વાતે ખોટી દલીલ કર્યા કરે. હું આવા લોકોને એમના હાલ પર છોડી દઉં છું અને મારા મગજની શાંતિ બચાવું છું!

- નિયતી કાપડિયા.

और पढ़े
Niyati Kapadia verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
17 घंटा पहले

ભવિષ્યમાં શું થવાનું એ કોણ જાણી શક્યું છે! આપણે બસ એની કલ્પના કરી શકીએ. એ માટેના પ્રયત્ન કરી શકીએ...

ક્યારેક નિયતિ જાણે મહેરબાન થઈ જાય અને કોઈ કોયડો ઉકેલવા નિશાની આપતી હોય એમ કેટલીક ઘટનાઓ આપણી સાથે ઘટે જાય. આપણી સામે દરેક વખતે બે રસ્તા મૂકે અને એમાંથી એક પસંદ કરવાનું આપણા હાથમાં સોંપી દે...

હવે જ ચાલું થાય ખરી મથામણ! શોર્ટકટ લેવો કે રાહ જોઈ સાચા રસ્તે જ જવું. અચાનક કોઈ અજાણી વ્યક્તિ પોતિકી લાગવા લાગે અને જેની સાથે વરસોથી જોડાયેલા હોય એ અજાણ્યા લાગે. ક્યાંક અટકી જવાય અને મન વિચાર કરવા લાગે, આવું કેમ થઈ રહ્યું છે મારી સાથે? આજથી ચાર મહિના પછી, વરસ પછી, બે વરસ પછી હું ક્યાં હોઈશ? મારા લીધેલા નિર્ણય સાચા હશે કે ખોટા? દરેક વખતે હું ટોપ ઉપર હોઉં એ જરૂરી નથી, પણ મારી નજરમાં હું પોતે ટોપ પર હોવી જ જોઈએ...! આવા વિચાર સંવેદનશીલ માણસને આવી જ જાય

કોઈ મારા વિશે શું વિચારશે કે શું ધારશે એ વિચારવાનું મેં વરસોથી બંધ કર્યું છે. જીવનમાં રોજ કોઈ ને કોઈ ભૂલ કરું છું, બીજા શબ્દોમાં કહું તો ભૂલ થઈ જાય છે, એ વખતે થોડું દુઃખ જરૂર થાય પણ એની એ ભૂલ હું ફરી ક્યારેય નથી કરતી. આ બધી ભૂલો જ ખરું જુઓ તો મારી એ શિક્ષિકાઓ છે જેમણે મને કેટલીય વાતો સફળતાપૂર્વક શીખવી છે. જીવનનાં દરેક તબક્કે હું કંઈ નવું શીખતી રહુ છું અને એ શીખવાની વૃતિ જ જીવનમાં ખુશ રાખે છે.

તમારા જીવનમાં પણ તમે ક્યારેક આવું અનુભવતા હશો. કોઈ ક્ષણે લીધેલો તમારો નિર્ણય સાચો હતો કે ખોટો એ હવે જાણી ગયા હશો. લાંબા ગાળે સમજાઈ જાય છે આ દુનિયામાં કશું સો ટકા સાચું કે ખોટું નથી! કયું વધારે સાચું અને વધારે ખરાબ એ બેમાંથી આપણે આપણી બુદ્ધિ અને સંજોગ અનુસાર નિર્ણય લેતા હોઈએ છીએ. એનું પરિણામ જે પણ આવે તમારા માટે એનું શું મહત્વ છે એ જ જરૂરી... લોકો એનાથી શું વિચારશે કે કહેશે એનાથી કોઈ ફરક નથી પડતો.

ટુંકમાં મન વિચારે ચઢ્યું છે, નિયતિએ આપેલો કોયડો આ નિયતી ઉકેલી શકશે કે કેમ? વરસોથી હું જે માનતી આવી છું એ બધું હવે બદલાઈ રહ્યું છે, ખોટી હું ત્યારેય ન હતી આજે પણ નથી, ભવિષ્યમાં શું હશે?

નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

और पढ़े
Niyati Kapadia verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી मजेदार
1 दिन पहले

તમારી આસપાસ એક માસી તો એવા રહેતા જ હોય જે વારંવાર તમારા ઘરની મહિલાઓનું બ્રેન વોશ કરી જાય... 😎

Niyati Kapadia verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી मजेदार
1 दिन पहले

તમારી વાત એ ક્યારેય ના માને પણ બાજુવાળા સેમ વાત કહે ત્યારે તરત હા કહે એને _____ કહેવાય! 😎

Niyati Kapadia verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 दिन पहले

લોકો સ્વર્ગની કલ્પના કરીને એમના કર્મ બદલે એવું આ જમાનામાં શક્ય છે?

એક વિચાર કરો, તમે સ્વર્ગમાં જાઓ તો ત્યાં શું મળે? સુંદર અપ્સરા તમારી આગળ નૃત્ય કરતી હોય અને તમને સોનાના ગ્લાસમાં સોમરસ પીવા આપે... હવે જરાક પ્રેક્તિકલ બનીને વિચારો તો આપણી માન્યતા મુજબ સ્વર્ગમાં જવાને એ જ હકદાર છે જે આજીવન સ્ત્રી અને મદિરાથી દૂર રહ્યો હોય. જેણે એનું મન ભક્તિમાં પરોવી રાખ્યું હોય. જે હંમેશા પ્રભુ સ્મરણમાં જ મગન રહેતો હોય હવે એને બિચારાને સ્વર્ગ કંઈ કામનું ખરું? બે દિવસ ત્યાં રહીને બિચારો કંટાળી જાય અને પાછો પૃથ્વીલોક આવી જાય...

જે લોકો દારૂ પીવે છે, જેમના એકથી વધારે સ્ત્રી સાથે સંબંધ છે અને જે જીવનના કહેવાય એ બધા મોજ શોખ અહીંયા જ પુરા કરે છે એ સ્વર્ગમાં જઈને શું કરશે? એને માટે તો અહીંયા જ સ્વર્ગ છે 😂

ટુંકમાં કોઈને ગમો નહીં તો કંઈ નહીં નડો નહીં અને મોજથી જીવો આપણી પૃથ્વી જ સ્વર્ગથીય સુંદર છે!

નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

और पढ़े
Niyati Kapadia verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી मजेदार
3 दिन पहले

જે પત્નીનું કહ્યું માનશે એ આવતા જનમમાં ઔડીમાં ફરતો હશે...
આવું કેમ કોઈ બાબા નથી કહેતા 🤣

Niyati Kapadia verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 दिन पहले

#નિયતીની નજરે

આ દુનિયામાં રોજ કેટલા બધાં ફૂલો ખીલે છે. એ બધા કોઈ આવીને એમના વખાણ કરે એ અપેક્ષાએ તો નથી જ ખિલતા! એ ફૂલ તો બધાને એક સમાન એમની સુગંધ વહેંચે છે, કોઈ વ્યક્તિને જોઈ ફૂલો ઝાંખા પડી ગયા એવું સાંભળ્યું ક્યારેય? તમે જો એ ફૂલોની મધુર સુગંધ ના માણી શકો કે એના સુંદર રંગ ના જોઈ શકો તો વાંક તમારો છે એ ફૂલોનો નહીં. એ ફૂલોને એની કદર કરનાર ક્યાંક ક્યાંકને મળી રહે ત્યાં સુધી માનજો કે આ દુનિયામાં ઈશ્વર છે!

એક દિવસ મને થયું ચાલ કવિતા લખું. મેં ફૂલો ઉપર લખ્યું, ચાંદ-તારા ઉપર કવિતા રચી અને પછી અચાનક જે શબ્દો મનમાંથી બહાર આવતા ગયા એમને ટાઇપ કર્યા. મારી પાસે ટોટલ ત્રણ કવિતા હતી. એ ત્રણેમાંથી બેસ્ટ કઈ? ના ફૂલ વાળી ના ચાંદ-તારા વાળી, સૌથી સુંદર કવિતા રચાઈ એ હતી તમારા વાળી. હા એ હતું એક પ્રેમકાવ્ય. એને કાવ્ય કહેવાય ના કહેવાય મને એનાથી ફરક નથી પડતો મારા દિલમાંથી શબ્દ રૂપે વહી આવેલી લાગણીને તમે સમજી શક્યા બસ એટલું જ ઘણું છે, આગળ કહ્યું એમ ફૂલોની સુગંધ માણવાનું દરેકનું નસીબ નથી હોતું!

કોઈ મને પૂછે, “આકાશમાં ભર બપોરે ચમકતો સૂરજ તમે જોયો છે?" અને હું જવાબ આપુ છું, હા કેટલીય વખત જોયો છે. હવે તરત બીજો સવાલ આવે છે, “એ સૂરજ જેટલું તેજસ્વી આ દુનિયામાં કોઈ નહીં હોય, ખરું ને?” હું મલકાઇ ઉઠું છું, સૂરજ હશે તેજસ્વી એની ના નથી કહેતી પણ સૌથી વધારે તેજ મેં જોયું છે કોઈની ઉદાસ આંખોમાં! હું હંમેશા વિચાર કરું છું કે એ આંખો હસતી હોય ત્યારે કેવી લાગતી હશે. હજાર સૂરજ પણ એના તેજ આગળ ઝાંખા ના પડી જાય એટલે જ કદાચ નિયતિ એને હસવાની ઘડીઓ તોળી તોળીને આપે છે! (જો આ લાઈન વાંચીને તમે હસી પડ્યા હોં તો એક સેલ્ફી લઇ જ લો... શી ખબર કોઈ તમારી આંખોમાં એ તેજ જોવા મથી રહ્યું હોય! 😅)

કોઈ મને કહે, આ દુનિયામાં સૌથી ખતરનાક વસ્તું આગ છે. જે જે એની લપેટમાં આવે એ બધું ભસ્મીભૂત કરી નાખે. જેની પાસે જાય એને એની જાળ લાગ્યા વગર ના રહે. હું તરત જ વળતો જવાબ આપતી હોઉં એમ કહું છું, ફરી તમે ખોટા છો! આ દુનિયામાં સૌથી ખતરનાક વસ્તું છે લાગણીઓ! જે જે એની લપેટમાં આવી જાય ધરમૂળથી બદલાઈ જાય. એ ફક્ત દઝાડતી જ નથી શાતા પણ આપે છે. કોઈના બે શબ્દો, એમની કહેલી બે વાત તમારા અંતરને છેક ઊંડે સુધી સ્પર્શી જાય અને તમારા હ્રદયમાં જાણે આપોઆપ સ્વયંભૂ દીવો પ્રગટયો હોય એમ ચારે બાજુ અજવાળું પથરાઈ જાય એવી તાકાત આગમાં ખરી? બહારનો અગ્નિ તમારી આંખોને અજવાળું આપી શકે પણ તમારા અંતર મહી પ્રગટેલો એક નાનકડો દીવો તમને આખા ઝળાહળા કરી મેલે...અને એ તાકાત છે લાગણીઓમાં, નિસ્વાર્થ પ્રેમમાં!
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

और पढ़े
Niyati Kapadia verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી मजेदार
4 दिन पहले

આજથી, આ ઘડીથી નક્કી સ્વિગી, ઝોમેટોમાં ઓર્ડર કરીશ પણ પતિદેવ ને પાડો નહીં બનવા દઉં...🤣🤣🤣

Niyati Kapadia verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી मजेदार
5 दिन पहले

એક વીડિયોમાં સાંભળ્યું કે માસિક ધર્મમાં આવેલી મહિલાના હાથની રસોઈ જે પુરુષ ખાય એ આવતા ભવે પાડો બની અવતરે અને જે મહિલા આવું પાપ કરે એ આવતા ભવે કૂતરીના અવતારે જનમે..!

મતલબ મોટા ભાગના પુરુષો થોડા દાયકા બાદ પાડા રૂપે હશે અને મહિલાઓ કૂતરી રૂપે પરિણામે વસ્તી વધારો તરત નિયંત્રણમાં... પૃથ્વી પરનો બોજો હટી જશે!

સ્ત્રીઓ પર પુરુષોના અને પુરુષો પર સ્ત્રીઓના અત્યાચાર પણ બંધ 👏👏

હા પાડા અને કૂતરી વચ્ચે ગમે ત્યારે વિશ્વયુદ્ધ ફાટી નિકળે એવી શક્યતા ખરી પણ ડોન્ટ વરી એનો કોઈ તોડ સ્વામીજી પાસે હશે...જ...

🤣🤣🤣🤣

और पढ़े
Niyati Kapadia verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
5 दिन पहले

મારા દીકરાએ મને આજે સવારે પૂછ્યું,

“મમ્મા કેમ મારે જ દાદા કે નાના નથી?"

મેં કહ્યું, સારા માણસોની ભગવાનને પણ જરૂર પડે એટલે એ એમને જલદી બોલાવી લે છે.

દીકરો : તું જરાય સારી ના બનતી. 😍

નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

और पढ़े