ગઝલ અને કાવ્ય સર્જન એ મારો શોખ કહો કે મા સરસ્વતીની કૃપા ...

હું અંક છું અને તું શૂન્ય છે,હું અને તું સાથે હોઈએ તો જ મારું મૂલ્ય છે.
- કૌશલ સુથાર
#શૂન્ય

#Zero

Kaushal Suthar कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
6 महीना पहले

ભય છે તમને એવો;'આ તો કોરોના!",
હાથ કદીયે આપ નહીં તો જોડો ના.
- કૌશલ સુથાર
#Respect

Kaushal Suthar कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
7 महीना पहले

ઊડતા બધે પતંગ લાગે છે,
નભના ઘરે પ્રસંગ લાગે છે.
- કૌશલ સુથાર
#પતંગ

#Kite

Kaushal Suthar कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
7 महीना पहले

સપનામાં હું તને બહુ Miss કરું છું,
કોણ જાણે કેટલીયે પછી Kiss કરું છું.
- કૌશલ સુથાર
#Kiss

તારા વગર આ સમી સાંજ....મને વસમી સાંજ લાગે છે..!
- કૌશલ સુથાર

Kaushal Suthar कोट्स पर पोस्ट किया गया English कविता
1 साल पहले

#KAVYOTSAV2
અચાનક
એક દિવસ
એણે મને પૂછ્યું :
'તું ક્યાં સુધી મને પ્રેમ કરીશ?
આપણો આ સાથ ક્યાં સુધીનો હશે?
શું હંમેશ,તું મારી સાથે...
કે પછી...'
ને એના પ્રત્યુત્તરમાં
મેં
મારું
તન
મન
હૃદય
શ્વાસ
ને આખીયે જિંદગી
ને આ ક્ષણથી લઈને
આવનારી અંતિમ ક્ષણ પણ
એના નામે જ કરીને
લખી આપ્યું,
મહોબતનામું.
- કૌશલ સુથાર

और पढ़े
Kaushal Suthar कोट्स पर पोस्ट किया गया English कविता
1 साल पहले

#KAVYOTSAV2

તારા વગર ક્યાં કૈં કશું મુજને રહે છે યાદમાં,
હા,ફક્ત તુજ દેખાય છે મુજને હવે તો ધ્યાનમાં.

કૈં સૂઝતું મુજને નથી મારી 'પ્રિયે' તારા વગર,
બેચેન જેવું નિત મને લાગ્યા કરે છે સાંજમાં.

પ્રશ્નો અહીં તારા વિશેના ખૂબ ચર્ચાતા હતા,
બાકી પડું છું ક્યાં હું ખોટા કોઈના વિખવાદમાં ?

તારા જવાથી જિંદગીના રંગ સૌ ઊડી ગયા,
જોયા કરું છું મોરપીંછું રોજ તારી યાદમાં !

દિવસો પછી વીતી જતા એ યાદ 'કૌશલ' આવતા,
ખંજન પડે છે કેટલા રમણીય તારા ગાલમાં.
- કૌશલ સુથાર

और पढ़े
Kaushal Suthar कोट्स पर पोस्ट किया गया English कविता
1 साल पहले

#KAVYOTSAV2
વિષય : સ્ત્રી પ્રેરણામૂર્તિ

સ્ત્રી પ્રેરણામૂર્તિ
જીવનભર સંઘર્ષ કરતી,
જાત સંગ ઝઝૂમતી,
સ્ત્રી પ્રેરણામૂર્તિ.

કેટકેટલા સ્વરૂપ ધરતી,
ઘર આખુંય અભરે ભરતી,
પ્રેમ,પ્રેમ બસ પ્રેમ જ દેતી,
બદલામાં ક્યાં કશુંય લેતી ?
સ્ત્રી પ્રેરણામૂર્તિ.

દરેક ક્ષેત્રમાં નોકરી કરતી,
પુરુષ સમોવડી બનતી,
દુ:ખ બધાના પળમાં હરતી,
સતી, વીરાંગના કહેવાતી.
સ્ત્રી પ્રેરણા મૂર્તિ.

કુલટા-વાંઝણીના મેણાં સહેતી,
અંદર અંદર મૂંઝાતી,
જીવનભરનો થાક હોય તોયે
ચહેરે ઝળહળતી સ્ફૂર્તિ.
સ્ત્રી પ્રેરણામૂર્તિ.

- કૌશલ સુથાર

और पढ़े
Kaushal Suthar कोट्स पर पोस्ट किया गया English शायरी
1 साल पहले
Kaushal Suthar कोट्स पर पोस्ट किया गया English शायरी
2 साल पहले