જીવન વિશે પૂછે તો કહું, ઝેર છે પ્રભુ!
દરબારમાં તારા હવે અંધેર છે પ્રભુ!

સાચું કહે છે એમની ક્યાં ખેર છે પ્રભુ?
ડામીસને ઘેર જો ને! લીલાલ્હેર છે પ્રભુ!

દુશ્મનને પ્રેમ આપવાની વાત તેં કરી,
અહિંયાં તો સગા ભાઈઓમાં વેર છે પ્રભુ!

જુઓ, હૃદય સિવાયનું ધબકે છે બધું અહીં,
માણસ વિનાનું જાણે કોઈ શ્હેર છે પ્રભુ!

આવ્યો’તો તારા દર્શને પગભર થવાને કાજ,
શોધું છું ક્યાં પગરખાંની પેર છે પ્રભુ?

: હિમલ પંડ્યા
૧૯૯૭

और पढ़े

આત્મ એક છે રે... હાજી એક ઓદર એક ખાણ...
બારી આવ્યા પછી ઊંચ નીચ ની, થઇ છે તાણા વાણ.... આત્મ

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને ક્ષુદ્ર, વરણ બન્યા છે ચાર,
સાર જોતા તો સોનુ એક છે, ઘડ્યા ઘાટ અપાર... આત્મ..

જ્ઞાન દૃષ્ટિ એ જોવો તપાસી, એક જ પિંડ બ્રહ્માંડ,
સાર જોતા તો શેરડી એક છે, એના ગોળ, સાકાર ને ખાંડ... આત્મ

નવસે નવ્વાણું નદીયું ના જળ જૂજવા જૂજવા જાણ,
મહા સિંધુ માં જઈને મળ્યા ત્યાં, નીર પોહ્ચ્યા નિર્વાણ.... આત્મ

હાથી કેળા હાડકા હાથ માં, પેરે સુહાગણ નાર,
તોય રસોડે જઈને રસોઈ રાંધે, આ પાખંડ કેવું અપાર...આત્મ..

આચાર વાળા જ જશે અવગતે, ઈ મૂળ નો ગોતતા મર્મ,
કહે અખા એવા કર્મે ભૂલ્યા, કોઈક છૂટે કર્મ...

આત્મ એક છે રે... ભાઈ એક ઓદર એક ખાણ...

કવિ શ્રી અખા ભગત ???

और पढ़े

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે !
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે !

પહાડથી યે કઠ્ઠણ મક્ક્મ, માણસ છે;
દડ દડ દડ દડ દડી પડે ભૈ, માણસ છે !

ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે !

સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે;
ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે !

પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે;
ટાણે ખોટ્યું પડી, પડે ભૈ, માણસ છે!

~ જયન્ત પાઠક

और पढ़े
Jignasha Parmar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી चुटकुले
8 महीना पहले

?????????

પતી... “એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!”

પત્ની....“કેમ? હું તમને જાડી લાગુ છું?’

પતી... “ અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય”

પત્ની.... “ તમને હું માંદિ લાગુ છું??”

પતી... “ તારે ન આવવું હો તો પડી રહે!!

પત્ની.... “એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!!”

પતી... “રેવા દે ને યાર! તું કોઈ વાત ને સમજતી નથી!

પત્ની.... “ હું તો જાણે નાની કીકલી ! મને કાઇ જ સમજણ નથી પડતી !!

પતી... “ જો મેં એવું નથી કહ્યું!!”

પત્ની.... “ એટલે હું ખોટું બોલું છું એમ ને?”

પતી... “ મગજની નસ ખેચવાની રેવા દેને!!’

પત્ની.... “ મને કચકચણી કહો છો?

પતી... “એએએ મુક માથાકૂટ, મારે નથી જાવું વોકિંગ માં!”

પત્ની.... ‘જોયું? તમારી જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે!

પતી... “ હે ભગવાન, તું જા સુઈ જા ! હું એકલો જ જાઉં છું!”

પત્ની.... “ મને ખબર જ હતી, તમારે એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!

પતી... “ રેવા દે હો હવે, હું થાક્યો, મારૂ માથુ ભમે છે!!”પત્ની.... “ જોયું? તમે કાયમી તમારી તબિયત નો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!!"

આને ક્યા પોગવું?
???????

और पढ़े

*જય વસાવડાની કલમે*

*જિંદગી કેવી રીતે જીવવી ?*

અરે ચાન્સ લો...
સાચું બોલી નાખો...
"નાં" બોલતાય સીખો...
કો'ક દી' તમારા ખિસ્સાના બધા જ પૈસા ખર્ચી નાખો..
એકદમ અજાણ્યા ને ઓળખવાનો પ્રયત્ન કરો...
કોઈકને તો કહી દો કે..."હું તને ચાહું છું..."
પત્નીને અત્યારે જ ફોન કરો ને કહો કે કાલે જમવાનું મસ્ત બનાવ્યું હતુ....
પતિ કે પત્ની ને અત્યારે જ ફોન કરો કે કહો કે તને મિસ કરું છું....
સ્વાર્થી પણ બનો..
લોકો ની મજાક ઉડાવો..
કોઈકના સ્ટુપીડ જોક પર ખડખડાટ હસો, રડો..
કોઈકનો બદલો લો અને કોઈક ને માફ કરો..
તમે જ ગબડી જાવ તોય હસો..
કોઈક ની જોડે ઝગડો,
કોઈક ને સમજાવો કે.. તે તમારા માટે કેટલા મહત્વનાં છે..
કોઈક ઇડીયટ ને કહી દો કે..તેણે તમને કેટલી હાની પહોચાડી છે..
તેને જાણ કરી દો કે તેણે શું ગમાંવ્યું કે મિસ કર્યું છે.
તમારું પેટ દુખે નહિ ત્યાં સુધી હસો..
એકદમ સ્ટુપીડ પોઝ આપી ફોટા પડાવો..
જયારે કોઈને જરૂર હોય ત્યારે તેને હગ કરો...
નાના બાળક ની જેમ વર્તો,
કોઈકના ઓટલા પર ચઢો અને ભુશ્કો મારો.

_અરે જિંદગી છે, જીવો તો ખરા..._

?

और पढ़े

કર્તવ્ય છે જો કર્મ તણું,
કરવાનું છે કામ ધણું
શું પામ્યા ને શું ખોયું,
એ કોથળી સીવી લઈએ
ચાલ ને થોડું મન ભરીને જીવી લઇએ!

પીડા પામ્યા પ્યારા થકી,
એનો રંજ ભરી રહીએ
કારમી થપાટ કુદરત કેરી,
રાવ એની કોને કેવા જઈએ?
ચાલ ને થોડું...

ખોબલો નીર ખાબોચિયાનું,
શીદને બંધિયાર બની રહીએ
સાગર સમી સરિતા બની
હોંશભેર ખડખડ વહી જઈએ
ચાલ ને થોડું...

આજ કરીશું, કાલ કરીશું
આમ ને આમ વરસો ગળી જઈએ
જીવવું હોય તો હાલ જીવી લે
કાલ ની રાહે શીદ ને બેસી રહીએ
ચાલ ને થોડું...

હું આગળ કે આગળ તું
ભેદ ન રાખ્યો ઘડનારે
ખરા ખોટા નો ભેદ ભૂલીને
આવને ગળે મળી લઇએ
ચાલ ને થોડું મન ભરીને જીવી લઇએ!

--કાંતિ માલી, રાપર.

और पढ़े