મારું પ્રોફેશન ગમે તે હોય પણ મારું પેશન તો હંમેશા લખાણ જ રહ્યું છું..માતૃભારતી દ્વારા મારા જેવા લેખકો ને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ ધન્યવાદ. જેમ સિકંદર પોતાની વિશાળ સેના અને તલવાર લઈને વિશ્વ વિજય કરવા નીકળ્યો હતો એમ હું પણ કલમ અને મારા વિચારો થકી લોકો ના દિલ પર રાજ કરવા માગું છું. થ્રિલર,હોરર,લવ,સોશિયલ જેવા અલગ અલગ પ્રકાર ના વિષયો માં હું મારી મહારથ સિદ્ધ કરવા પ્રયાસ કરી રહ્યો છું.મારો whatsup નંબર 8733097096 છે જેના પર આપ સૌ આપના અભિપ્રાય આપી શકો છો....

વાચકોની આતુરતાનો અંત.. તા-02-04-2020 અને રામનવમીનાં પાવન પર્વ નિમિત્તે ભવ્યાતિભવ્ય રજુઆત ફક્ત માતૃભારતી એપ્લિકેશન પર. દર ગુરુવાર અને રવિવારે રાબેતા મુજબ ભાગ પ્રકાશિત થશે.

और पढ़े
Jatin.R.patel verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી चुटकुले
2 सप्ताह पहले

બાઇટ્સ માં વાટકી વ્યવહાર ચાલતો હોય એવું લાગે છે.

તું મારી પોસ્ટ લાઈક કર, હું તારી કરું.

🤣🤣🤣🤣🤣🤣🤣

Jatin.R.patel verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
3 महीना पहले

યાદો..

વિચારોનાં અશ્વ પર બેસીને આવતી યાદો તારી હાહાકાર કરે છે.
ક્યારેક આવવામાં વાર કરે અને ક્યારેક આવીને એ ઉંડો વાર કરે છે.

દુઃખ,પીડા,મુશ્કેલી,જવાબદારી કે દગાથી ના તૂટેલા મુજને,
હથિયાર બની યાદો તારી ભીતર સુધી ચકનાચૂર કરે છે.

કામમાં હોઉં તો સતાવતી નથી ક્યારેય મુજને તારી આ યાદો,
પણ આવી ચડે અચાનક તો અમુક રાતોની એ સીધી સવાર કરે છે.

નદીકિનારે માથું મૂકી તારાં ખોળે પસાર કર્યો હતો જે મીઠો સમય,
એની મીઠી યાદો આવે ત્યારે એ દિવસને મારાં તહેવાર કરે છે.

યાદો છે તો બસ યાદો બની જતી રહેતી હોય એ સારું કહેવાય,
પણ આ તો મુજ પથ્થરદીલને પણ રડાવવાની કોશિશો હજાર કરે છે.

બીજી બેવફાઓની માફક તું પણ નીકળી કેવી જાલિમ સંગદિલ સનમ,
જે પોતે આવે નહીં અને ફક્ત યાદો મોકલીને જૂઠો વ્યવહાર કરે છે.

હાથમાં હતો હાથ તારો તો લડી લેતો દુનિયા સામે તારો 'શિવાય',
પણ હવે તો નાની અમથી યાદો મુજને જાહેરમાં લાચાર કરે છે.

વિચારોનાં અશ્વ પર બેસીને આવતી યાદો તારી હાહાકાર કરે છે...

********
-જતીન.આર.પટેલ (શિવાય)💐

और पढ़े
Jatin.R.patel verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कहानी
7 महीना पहले

મર્ડર એટ રિવરફ્રન્ટ ની ભવ્ય સફળતા બાદ ટૂંક સમયમાં આવી રહેલી નવી હોરર સસ્પેન્સ નોવેલનો ફર્સ્ટ લૂક..આ નોવેલ એસીપી અર્જુનને સાંકળતી સિરીઝ ની ડેવિલ અને હવસ બાદ ત્રીજી નોવેલ હશે..

और पढ़े
epost thumb
Jatin.R.patel verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
8 महीना पहले

પ્રિયે..

સૂર્ય નથી છતાં તારાં વીનાંની સાંજે અસ્ત છું પ્રિયે.
તું એક નજર નાંખીને મને મસ્ત બનાવતી જા પ્રિયે..

ભલે ને પછી સુકાઈને સદાયને વિખેરાઈ જાઉં હું..
બસ તું એકવાર ગુલાબ સમજી સ્પર્શી જા પ્રિયે.

વિયોગ તારો મને એક જ શરતે મંજુર છે..
કે શરત વગરની એક મુલાકાત કરી જા પ્રિયે..

કોફી નાં ઘૂંટ અને પીઝાની મજા તો લઈ લીધી.
ચા ની ચૂસકી પર એક મહેફિલ સજાવી જા પ્રિયે..

મૃગજળને પામવાની ઈચ્છાઓ પણ પુરી થઈ જશે..
સપનામાં આવીને મને પ્રેમથી સતાવી જા પ્રિયે..


કબૂલ છે તારું મને મઝધારે આમ મૂકીને જવું પણ..
હાથ છોડાવવા માટે ખાલી હાથમાં હાથ મૂકી જા પ્રિયે..

અંતે ફકત એટલું જ તારી પાસે માંગે તારો 'શિવાય'..
હું લખું ને લોકો તને વાંચે એટલી દુવા કરતી જા પ્રિયે..

-જતીન.આર.પટેલ
(શિવાય)

और पढ़े
Jatin.R.patel verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
8 महीना पहले

Jatin Patel 1
#writers #shabd #writers_shabd_mel #OpenMic

-- Writer's Shabd Mel

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://video.matrubharti.com/111232959/video

2 સપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થનારી નવી હોરર સસ્પેન્સનોવેલ ડેવિલ રિટર્ન નો ફર્સ્ટ લૂક..તો તૈયાર થઈ જાઓ અર્જુન અને નાયકની સાથે રાધાનગરમાં બનતી રહસ્યમયી ઘટનાઓ નો ઉકેલ શોધવા માટે.

और पढ़े

મારી ખૂબ જ વખણાયેલી શોર્ટ સ્ટોરી એક્ટિવા ગર્લ પર આધારિત શોર્ટ ફિલ્મ નો ફર્સ્ટ લૂક..આ સફરમાં સાથ આપનારાં દરેક વાંચક મિત્રોનો આ સાથે આભાર માનું છું.

और पढ़े
Jatin.R.patel verified बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
9 महीना पहले