એક કલમ ખેરવતી,કદી હાસ્યપંખુડીઓ તો કદી અશ્રુકુસુમ .મારુ અસ્તિત્વ નિમિતમાત્ર

Hitarthi Dhebar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી गीत
4 दिन पहले

સાંજ ઢળતાંઢળતી આંખો
ઢળતું મનડું સુરજ સાથે
ઝંખે પળ બે પળની વાતો
ઝંખે રસની સાજન સાથે
ઉડતા પંખી સાથે ઉડતું એક અટુલું મારુ હૈયું
વિણ શ્રાવણે સરવડું થઈ
આમ જ ક્યાંથી વાદળવરસ્યું
વર્ષે તો યે કોરું અંતર કેમ કરી ભીંજવવું?
રાતની ચાદર પડતી ધીરે તરુઓ ના શિર દેતી આચ્છાદી
નિબીડ રાત્રી,નીરવ આ ઘટા સાથ તમારો ઝંખે...

और पढ़े
Hitarthi Dhebar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
4 दिन पहले

ઉગતા સૂર્યના તેજ થકી ખીલી ઉઠતા આ બગીચાના દર્પ ને કેમ કહેવું કે રાત તો થવા દો કોણ ફૂલોના રંગો જોઈ શકવાનું છે...

और पढ़े
Hitarthi Dhebar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી मजेदार
2 सप्ताह पहले

બાબલીબેન નાના જોવે સપના મજા મજાના
સ્કુલમાં એકદિવસ ભણવાનું અને છદિવસ રજાના
એક તાસ ભણવાનો ને છ તાસ રમવાના,
એક તાસ મા રંગ થી ડ્રોઈંગ બુકમાં કાર્ટૂન જ પૂરવાના
સ્કુલવર્ક કે હોમવર્ક તો બિલકુલ નહીં કરવાના
છોકરાવના ડોળાઓ જોઈને ટીચરો ડરવાના
હવેથી ટીચરો એ તોફાન જરાય નહીં કરવાના
વિચારમાને વિચારમાં એક ટીચરને તો કહી એ દીધું ચૂપ
જોયું તો ટીચર નહીં મમ્મી હતી એ હવેશું થશે ઉફ્ફ?

और पढ़े
Hitarthi Dhebar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
2 महीना पहले

મનના નગરમાં તમારું સુરજ થઈ ઉગવું એ જો કોઈ નવી વાત ન હોય તો, બોલવા જતાં શબ્દો ખૂટી પડવા એ પણ ક્યાં નવું છે?

Hitarthi Dhebar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
3 महीना पहले

તું આંખો ઉઘાડીને નિહાળ ,સુવર્ણ ખજાનો મળશે,
તું બની જો એક સવાર, સુવર્ણ ખજાનો મળશે.

Hitarthi Dhebar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रश्न
3 महीना पहले

જયારેઉંમર અને ઈચ્છાઓ હોય છે ત્યારે સમય નથી મળતો
અને સમય મળેછે ત્યારે ઉંમર નથી હોતી અને ઈચ્છાઓ મરી પરવારે છે
ઝીંદગીનો બધો સરવાળો હંમેશા શૂન્યમાં પરીણમે છે

और पढ़े
Hitarthi Dhebar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી विचार
3 महीना पहले

તમે પૂછો છો કે શુ થયું છે?
હૃદયમાંથી કૈંક તો ગયું છે
ને આંખમાંથી કૈંક આવ્યું છે..
જીવનના હીસાબો કરતાં
આ બધું જ થયું છે..
ગમવાનીહવે વાત જ છોડી દો,
જે કાંઈ થયું છે બસ ન ગમતું થયું છે

ફરિયાદ છે એવી ફરિયાદ તમે ન કરો
મેં કંઈપણ નવું ક્યાં કહ્યું છે?

और पढ़े
Hitarthi Dhebar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कविता
3 महीना पहले

તમે નઝરથી નવી દુનિયા નવી લાગણી ને જોવો છો
અમારા સાથની સવારે આ નવી ડગર પર રહી જોવો છો

મધુર ગીત ગાતા પંખી હવે આમ કહેશે
અમે ગયા તો શુ થયું,અમારો ટહુકો રહેશે

આ વાદળ ક્યાંય ગયા તો હવા પણ સાથ રહેવાની
સફરના સાથ ની છે આ વાત તમને કહેવાની.

ફૂલોના રંગ વિશે કહેવું તો હવે શું કહેવું
તમારા ચહેરા ની રંગત છે સૌની જાણી પિછાણી

અધૂરી વાતનો અફસોસ નથી મુજને હવે કોઈ
જગતમાં એકલા અમે જ નથી ખુશીઓ ખોઇ.

और पढ़े
Hitarthi Dhebar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી मजेदार
3 महीना पहले

"અરે,રાકેશ તે છાપામાં વાંચ્યું?"ભલાકાકા બોલ્યા:શુ કિસ્સા થાયછે.. ગઈ કાલે રાત્રે આપણાં ઘરપાછળથી પસાર થતા નેશનલ હાઇવે પર બે વ્યક્તિ અલગ અલગ સ્થળો એ બેહોશ પડ્યા હતા. ભાનમાં આવતા તેમને પૂછ્યું તો એક સરખી જ વાત કહી:કે એમને કોઈ ભૂતિયા મોટરકાર જોઈ ને ભૂત પણ જોયું... અરે પણ ..પણ .એમા આટલો હસે છે કેમ?
"અરે કાકા હસવું તો આવે જ ને.. હવે મારી વાત સાંભળો... ગઈ કાલે આ તમારા જિદ્દી અને પીદડી ને હું મુવી દેખાડવા લઇ ગયો હતો. નવ થી બારનાં શો માં .... અમે પાછા આવતા હતાત્યારે એક જગ્યા એ કોઈ માણસે લિફ્ટ માંગી હવે થયું એવું કે ,આપણી કાર નો રંગ તો કાળો છે જ અને મેં પાછળના ગ્લાસ પર આપણી અટક "પુરાણી"એક બાજુ એ અને બીજી બાજુ એ આપણે હવેલી પંથી ખરાને એટલે"હવેલી"એમ મોટા અક્ષરે લખાવ્યું છે કાર ઉભી રહી ત્યારે એ વાંચીને પેલો ડર્યો તો હશે જ..વળી સમય રાતનાં સાડાબાર... અને એમાં વધારે કૉમેડી એટલે કે હોરર એવું હતું કે જિદ્દીએ મેળામાંથી લીધેલ ભૂતનો માસ્ક મેં પહેર્યો હતો. જેવુ મેં કાર ઉભી રાખીને બહાર જોયું તો પેલો થર થર ધ્રુજવા લાગ્યો નેછોકરાઓ એને ધ્રૂજતો જોઈ ને મોટેમોટે થી હસવા લાગ્યા. એટલે તે ભયનો માર્યોબેહોશ થઇ ગયો .ને પછી કઇ લફડું થશેતો એવી બીક લાગતા મેં ગાડી ભગાવી .પછી બીજી વખત પણ રસ્તામાં એવું જ થયું.... હે ભગવાન બેય માણસો જીવતા છે જાણીનેરાહત થઇ હવે પેલાં બે નામ કાર પાછળ લાખ્યાનછે એબદલાવી કાઢીશ....આને કહેવાય હસવમાં થી ખસવું અને આજે નવી કહેવત કાઢી ભૂતનો શોખ પલિતને પણ ભારે પડે.

और पढ़े
Hitarthi Dhebar बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી कहानी
7 महीना पहले

: ટૂંકી હોરર વાર્તા:

પિળચટ્ટી
સુરમયની ઊંઘ માંડ માંડ ઉડી.આંખો ઉઘડતાજ એને રાતનું ડરામણું સ્વપ્ન યાદ આવ્યું.એણે જોયું કે પોતાના સુતેલા શરીર પર કોઈ ભયાનક આકૃતિ ઝળુંબી રહી હતી. એની આંખો પિળચટ્ટી હતી. અચાનક એણે સુરમયની છાતી પર એનો હાથ મુક્યો અને જાણે તેના શરીર નું બધું જ ચેતન શોષી લીધું.સુરમય ઝબકી ને જાગી ગયો હતો.અત્યારે એને શરીરમાં નબળાઈ વર્તાતી હતી . માથું ભમી રહ્યું હતું.એ મહાપરાણે ઉભો થઈને ટેબલ સુધી પહોચ્યો અને ખુરશી પર બેઠો. સામે અરમા ઉભી હતી. માથું ઝુકાવી ને ઉભેલી અરમાને જોઈને સુરમય બોલ્યો,: "અરે, આજે તારું ફેવરિટ "સુખ ચૈન ન હૃદય બીનું ઘનશ્યામ" નથી ગાવું?અરમા એ માથું ઉંચુ કરી સામું જોયું. સુરમય ના હોશ જ જાણે ઉડી ગયા. એ જ રાતવાળી પિળચટ્ટી આંખો એને તાકી રહી હતી પણ અત્યારે એ આંખો અરમા ની હતી.સુરમયનું માથું ભમવા લાગ્યું, એના હોઠ સુકાવા લાગ્યા. એ મહાપ્રયત્ને બોલ્યો,"અરમા, ત.. ત..તને સ.સ શું... શું... થાય..."
" અરમા , કોણ અરમા?"ઘોઘરો અવાજ બોલ્યો.
................................................

૨.
છુટકારો
અધખુલ્લાં બાર ની આડશે ઉભેલી ઝરણાં પોતાના કાકીને બોલતાં સાંભળી રહી હતી, એ કાકાને કહી રહ્યા
હતા:"એવું કેવું પૈસા નું વળગણ કે પત્ની મરી પરિવારે તો ય નાની અમથી છોકરી ને ભાઈ ભાભી પાસે મૂકીને વિદેશ જવાનું મન થાય.અરે, હું તો આ દાગીનાને સંભાળીને થાકી ગઈ છું, બોલાવો તમારા ભાઈને પાછા."
બિચારિક નાની ઝરણાં ને માથે તો માં ના મરી ગયા પછી દૂખ ના ડુંગર જ જાણે ઉગી નીકળ્યા હતા.કાકીની બીક થી ઝરણાં પાછી પોતાના કામે લાગી.એ ઓરડો વાળતી હતી.તેમાં આજે કબાટ પાછળનો ખૂણો વાળ્યાં વગરનો રહી ગયો.અચાનક કાકી આવી પહોંચ્યા અને ઝરણાં ને એક ધકકો માર્યો. બોલ્યાં,:"આ સામેનો ખૂણો વળવા કોણ મારી દેરાણી ને તારી મમ્મી આવશે નરકમાં થી? અસલ માં- બાપ પર જ ગઈ છો.. કામચોર.. " કહીને હાથમાં પકડેલી લાઠી નો એક ફટકો મારી દીધો.નાજુક ફક્ત સાત જ વર્ષની બે ત્રણ દિવસના કુપોષણ વાળી ઝરણા એક જ ફટકા માં ધબાક લઈને પડી ગઈ."ચાલ, સરખું વાળી નાખ ફરીથી,"કહીને ઝરણા ના પરી આંટી એટલે કે કાકી ઝરણાં ને કેટલું વાગ્યું છે એની તપાસ સુધ્ધાં કર્યા વગર લાઠી નો ઘા કરી ને ચાલતાં થયા.થોડી વાર પછી ઝરણાં બેઠી થઈ, એને નવાઈ એ વાતની લાગી કે આવી વજનદાર લાઠી કાકી એ મારી હતી તો પણ એને દુખાવો જરાપણ નહોતો થતો.હશે લાવને પેલો ખૂણાનો કચરો વળી લઉં, નહીતો વળી કાકી મારશે.આટલું વિચારી ઝરણાએ ઝાડુ ઉપાડવા હાથ લંબાવ્યા, પણ આ શું, એના હાથ...એના હાથ તો ઝાડુની આરપાર જ ચાલ્યા જતા હતા..અચાનક એની નજરે એક લાલ ધાબું પડ્યું.. તે પૂરું થાય ત્યાંથી એક લોહીનો રેલો જતો હતો ...પણ ..પણ આતો એ પોતે હતી ...રેલાને છેવાડે પોતાનું જ નિચેષ્ટ શરીર પડ્યું હતું.. ઝરણાને થોડી જ વારમાં બધું જ સમજાય ગયું... પણ એ ખુશ થઈ, દુન્યવી દ્રષ્ટિ એ થયેલું પોતાનું મરણ , એ મરણ નહીં હકીકતે તો ત્રાસની દુનિયામાં થી છુટકારો હતો.

और पढ़े