...#.... ચાલો તો કાંટાળા માર્ગે જ ,પણ ચીલો એવો ચિતરવો કે એ માર્ગે બીજો સરળતાથી ચાલ્યો જાય ...#....

Kamlesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી शायरी
1 दिन पहले

પ્રિત છે તો છે, તું માન કે ના માન...

આમાં નથી પામવાની ઝંખના,

છે તો બસ તારી અકબંધ ખુશીઓની સાવધાનીનું પ્રાવધાન...

#સાવધાની

और पढ़े
Kamlesh कोट्स पर पोस्ट किया गया हिंदी शायरी
1 दिन पहले

प्रित की गहेराई में क्या गीरे "कमल "।

तेरे चाहनेवाले डूबने की चौकसी करने लगे ।।

#चौकसी

Kamlesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી धार्मिक
5 दिन पहले

...#... પુરુષોત્તમ માસમાં કંઇક નવું ...#...

આવતી કાલથી પુરુષોત્તમ માસ (અધિક માસ) શરુ થાય છે. તો આ શુભ અવસરે ચાલો જાણીએ નજરઅંદાજ થતા મૂલ્યો(હેતુ)વિશે...
આમ તો ભારતવર્ષમાં વ્રત, તહેવાર, મેળાઓની વણઝાર છે.અને લોકો ખુબ ઉત્સાહી બની આ બધાની મોજથી ઉજવણી પણ કરે છે. પરંતુ શું આજે ખરેખર આપણે સંપૂર્ણત: હ્રદયની મોજથી આની ઉજવણી કરીયે છિયે ખરાં??? ઉત્તર છે ના.આઆઆ...

કારણ?

અરે હકીકતે તો આપણે જાણતા જ નથી કે આપણી સંસ્કૃતિમાં આ વ્રત/તહેવાર /અને મેળાઓ આવ્યા જ શું કામ?
હવે મર્મ જ ના જાણતા હોઇયે તો મોજ કેમની માણવાના? ખરુંને?

તો ચાલો એક ઝિણકોક પ્રયાસ કરું,મારા અનુભવે અને સામાન્ય સમજણના આધારે...
ક્ષતિ હોય તો ક્ષમા....

આપણે એક "બફર"પેઢી છિયે.
"બફર"!!!??? હા બફર એટલે બે વસ્તુને જોડે એ જ... આમ તો ડફર પણ કહી શકાય.
કેમ કે આગલી પેઢી એટલે કે આપણા માવતર, એ કહે છે કે,"તને પછી ખબર પડશે"... અને પાછલી પેઢી એટલે કે આપણા સંતાનો કહે છે કે,"તમને ના ખબર પડે"... હા હા....
બાપાઓ... બેટાઓ.... તમે ધારો તોય અમને ના સમજાવી શકો... કારણ.. અમે સ્વયં ને સમજાવી લીધા છે. બ્લેક એન્ડ વ્હાઇટ થી લઇને કલર ટીવી સુધીની યાત્રા અમે સ્વાનુભવે પૂર્ણ કરી છે. પાંચ ફુટના રેડીયો-ટીવીથી લઇને ખીસ્સાં લઇને ફરતા રેડીયો -ટીવી સુધીની યાત્રા અમે બખૂબી માણી છે. એટલે અમે બે પેઢીની મધ્યમાં રહેલા બફર(ડફર) છિયે.
ચલો મૂકો આ બધું નહીં સમજાય આગલા-પાછલાવને...
આપણી વાત આગળ વધારીયે...

આજે આપણે એટલા અપડેટ થઇ ગયા છિયે ને, કે વ્રત/તહેવાર /મેળાઓ આ બધું બસ એક સેલ્ફી લઇ અને સોસિયલ સાઇટ પર શેર કર્યું,બે-ચાર લાઇક આવી,ચા- પાંચ કમેન્ટ્સ આવી... બસ... એય ને આપણો તહેવાર પૂરો...મોજ પડી ગઇ....
પણ હકીકતે શું આજના સમયે આ બધાની જરુર છે ખરી? કે પછી ખરા અર્થમાં આપણે જાણતા જ નથી કે આ બધું શા માટે છે?
તો વાત જાણે એમ છે કે આ બધા તહેવારો એ આપણા પૂર્વજોની સોસિયલ સાઇટો છે..
સોસિયલ સાઇટ!!!???
આ વળી કઇ રીતે...??
તો ચાલો જાણીએ આજે....

આ સોશિયલ નેટવર્કિંગ આવ્યું ક્યાંથી?

જેમ તમને અત્યારે ફેસબુક/વ્હોટસએપ પર વાતો કરવી ગમે છે એ જ રીતે જ્યારે કોઇપણ પ્રકારનું સોશિયલ નેટવર્કિંગ ન હતું ત્યારે પુરુષો માટે "ગામનો ચોરો" અને મહિલાઓ માટે હતા આ પ્રકારના વ્રત. ત્યારના સમયમાં પણ સ્ત્રીઓ કામ કરતી પણ ફરક એટલો હતો કે ત્યારે સંયુકત પરિવારમાં ઘરના કામ અને છોકરાના કામમાંથી સમય ન્હોતો મળતો. બહાર જવાનું થાય એ પણ પ્રસંગોપાત. તો હવે સ્ત્રીઓ માટે મૂંજવણ એ હોય કે, આટલી સુંદર સાડીઓ, ઘરેણાથી લઇને સુંદર આભૂષણો ભેગા કર્યા હોય એ પહેરવાના ક્યારે? કોઇ ઘરેણા સાસુએ આપ્યા હોય, કોઇ પતિએ લઇ આપ્યા હોય તો કોઇ ઘરેથી લાવ્યા હોય એ બતાવવાનો મોકો તો જોઇએ ને! આટલી બધી વસ્તુઓ બધાને બતાવવાની ક્યારે? લગ્ન પ્રસંગ અથવા તો કોઇ વ્રતમાં પહેરવાનો મોકો મળતો. તો આ જ સાચો સમય, એટલે વ્રતમાં સ્ત્રીઓ અને છોકરીઓ ખુબ જ સુંદર રીતે તૈયાર થાય. તમે જે છોકરીને સામાન્ય દિવસમાં જોઇ હોય અને વ્રત સમયે જૂઓ તમે ઓળખી ન શકો. મોળાકત (કુંવારીકા છોકરીઓ મોળું જમે અને વ્રત કરે એ સમય) વખતે જે રીતે કુંવારીકાઓ સુંદર તૈયાર થઇને પૂજા કરવા જાય છે,એ જ રીતે મોટી ઉંમરની સ્ત્રીઓ આ પુરુષોત્તમ માસની દરરોજ પૂજા કરવા આવે ત્યારે સુંદર તૈયાર થઇને આવે, જેવી પૂજા પૂરી થાય, ને પછી શરુ થાય ‘ગોસીપ’. ત્યારે ટી.વી. ન્હોતા એટલે સાસુ-વહુના ઝગડાઓની બહુ ધીમે ખબર પડતી. ગામમાં એંઠવાડ ફેંકવા જાય કે નદીએ કપડા ઘોવા કે પાણી ભરવા જાય ત્યારે સ્ત્રીઓ મનભરીને વાતો કરી લેતી. ધ્યાનથી જોયું હોય તો યાદ હશે કે ગામમાં સ્ત્રી ક્યારેય એકલી પાણી ભરવા નહીં જાય (સુરક્ષાનું કારણ અલગ છે) કેમ કે તેને વાત કરવા માટે કોઇક જોઇએ. એ જ રીતે પોતાની પાસે બીજા કરતા કેટલું બધું અલગ છે,કંઇક ખાસ છે, આ કહેવા માટે પણ કોઇક જોઇએ, આજના ફેસબુકની જેમ. મનમાં આવ્યું ને કહી દીધું. પરંતુ… સમયની સાથે આપણે ઝડપી થઇ ગયા પણ આપણી પરંપરાઓ એટલી ઝડપથી નથી બદલાતી અને નથી બદલાતી એટલે ‘આઉટડેટેડ’ થઇને શોકેશ થઇ જાય છે.

ગઇકાલની વાત છે, પોળમાં નવા રહેવા આવેલા એક બા ઘરોઘર ફરીને પૂછી રહ્યા હતા,
શું તમારે ત્યાં પુરુષોત્તમ માસની પૂજા થાય છે? પણ એમને ક્યાંય એટલી બહેનો મળી નહીં કે જે આખા માસની પૂજા કરતી હોય. કારણ કે કોઇની પાસે સમય જ નથી અથવા તો આ બધું જુનું થઇ ગયું હોય એવું લાગે છે.કદાચ ત્યારે મોબાઈલ ન હતા એટલે સ્ત્રીઓ વચ્ચે વાતો કરવાનો પૂરતો સમય મળી રહતો. તેમની વચ્ચે માત્ર ઘરનો જ નહીં પણ હૃદય સુધીના મજબૂત સંબંધો હતા, લાગણીના સંબંધો હતા. એક મહિના પહેલા જે સ્ત્રીને જાણતા પણ ન્હોતા તેને મહિના પછી તમારી પાસે તેમના ઘરની તમામ માહિતી હશે, કેમ કે ત્યારે એટલું ખુલ્લાપણું હતું, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે… એ બા ને આજે ઘરે એકલા પૂજા કરતાં જોવું ત્યારે લાગે કે ખરેખર આપણે કેટલા ઝડપી અને સ્ક્રિન ઓરીયેનડેટ થઇ ગયા. જે પૂજા પહેલા ખુલ્લા આકાશ નીચે, પ્રકૃતિની વચ્ચે અથવા તો ઘરે ઘરે થતી હતી તે આજે પોળોમાં અથવા તો મંદિરમાં થતી હશે.
સમયના કાંટાની સાથે દોડનાર આપણે હવે તે ઉત્સાહથી પૂજા કરતા હશું કે નહીં તે એક પ્રશ્ન છે, પણ એટલો વિશ્વાસ છે કે હવે ક્યારેક પૂજા કરવા જઇશું તો સાથે મળીને પહેલા સેલ્ફી લઇને ફેસબુક પર ચોક્કસ મૂકશું.

‘‘જેવા પહેલા ભક્તિથી સાંભળતી સ્ત્રીઓને ફળ્યા તેવા વાંચનાર સૌને ફળજો’’

જય ભોળાનાથ...

હર હર મહાદેવ.... હર....

और पढ़े
Kamlesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી धार्मिक
3 सप्ताह पहले

અંધારી રાત ના સન્નાટામાં
દિલના અરમાન તમ્મર થઇ જાય છે...
ભમરાળી આ ભમરોમાં,
કાળજાના કટકા ચાર થઇ જાય છે...
જોઇ મને તારી અનોખીપ્રિતમાં
કોણ જાણે કેમ બધાં બળીને રાખ થઇ જાય છે...
જોઇ તારી કરુણા,
"કમલ" ખીલી જાય છે,
જ્યારે એ રાખ તું શિરે ચઢાવી જાય છે...

और पढ़े
Kamlesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી प्रश्न
4 सप्ताह पहले

બે ઓછા મળે ત્યારે વત્તા થાય,
સાંભળ્યું છે...( - + - = +)
તો
બે ભગ્નહૃદય મળે ત્યારે???
સાજા થવાય???

સૌથી દુ:ખદ પરિસ્થિતિ કઇ?

સામેવાળાનું દર્દ જાણવા છતાં એના શબ્દો પર " વાહ!!! " ની મહોર મારવી...

और पढ़े
Kamlesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 सप्ताह पहले

"વિજ્ઞપ્તિ હૈયાની હેમ બની,
હવા થઇ,

ધાત્ર ઢિલું પડ્યું,
પ્રિત અનોખી પલેવણ થઇ..."

Kamlesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 महीना पहले

વહી રહી છે રગ રગમાં,
વસી રહી છે ઘટ ઘટમાં...
ગૂંજી રહી છે રોમ રોમમાં,
સળગી રહી છે તન મનમાં...

Kamlesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી धार्मिक
1 महीना पहले

...#... તેંત્રીશ કોટીના (પ્રકારના)દેવતા...#...

સુપ્રભાતમ્ સૌને જય ભોળાનાથ...

આગળની પોસ્ટમાં આપણે તેંત્રીશ કોટી દેવતાઓનો અર્થ જાણ્યો કે," તેંત્રીશ કોટી એટલે તેંત્રીશ કરોડ નહીં અપિતુ તેંત્રીશ પ્રકાર થાય છે એમ..."
આજે આપણે આના વિશે સંપૂર્ણત: વિસ્તારપૂર્વક જાણીશું...
આપણે જોયું કે,
૧૨ આદિત્ય,૧૧ રુદ્ર, ૮ વસુ, અને બે અશ્વિનીકુમાર મળીને કુલ ૩૩ દેવતાઓ થાય છે. તો આ કોણ અને કયા કયા...???
સૌ પ્રથમ જાણીએ ૧૨ આદિત્ય વિશે...

૧) બાર આદિત્ય....
બાર આદિત્ય એ પ્રજાપતિ પુત્રી અદિતિ અને ઋષિ કશ્યપના પુત્ર અંશ,અર્યમા,ધાતા,પૂષા,મિત્ર,ભગ,ત્વષ્ટ,સવિત્રુ,શુક્ર,વિષ્ણુ,વરુણ અને વિવસ્વાન છે.
આ બધા પાલનકર્તા છે. જે બ્રમ્હાંડનું યેનકેન પ્રકારે લાલન પાલન કરે છે એટલે આ ભગવાન વિષ્ણુની પ્રતિકૃતિઓ છે....
* વિવસ્વાન આદિત્ય એ વૈવસવત મનુના પિતા છે,જેમનાથી રાજાઓની વંશાવળી શરુ થઇ.

૨) અગિયાર રૂદ્ર....
અગિયાર રૂદ્રોની ઉત્પત્તિ બ્રમ્હદેવના ક્રોધને કારણે થઇ છે. ઉગ્રરેતા,કાલ,ધ્રુતવ્રત,ઋતુધ્વજ,ભવ,મનુ,મનિહાસ,મહાન,મન્યુ,વામદેવ અને સંહારક...
સંહારક આ ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપની પ્રતિકૃતિ છે. એટલે ભગવાન શિવનું એક નામ રુદ્ર પણ છે. અપિતુ અહિંયા રુદ્ર એટલે મહાદેવ નથી. આ બધા ક્રોધનું(વિનાશ) પ્રતિનિધિત્વ કરતા હોવાથી આમને રુદ્ર કહેવાય છે.

૩) આઠ વસુઓ...
ધર્મ ઋષી અને દેવી વસુના પુત્રો એટલે વસુઓ... અક,અગ્નિ,ધૃવ,પ્રાણ,દ્રોણ,દોશ,વસુ અને વિભાવસુ. આ બધા ઉત્પત્તિ કર્તા છે,એટલે તેઓ બ્રમ્હદેવની પ્રતિકૃતિઓ છે.
અગ્નિ વસુએ દેવરાજ ઇન્દ્રના કહેવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીના ઉર્જા પિંડની ઉઠાંતરી કરી હતી,પરંતુ એ પિંડની ઉષ્ણતા સહન ના કરી શકતાં તેમણે એ દેવી ગંગાને સોંપી દીધો,ગંગાજીએ પૃથ્વીને,પૃથ્વીએ કૃતિકાઓને... અને કૃતિકાઓના સાનિધ્યમાં આ પિંડનું ૬ પુત્રોમાં અવતરણ થયું જે અંતે શિવપાર્વતી પુત્ર કાર્તિકેય થયા.
અહિંયા પોતાના પિંડને ના જોતાં દેવી પાર્વતીએ અગ્નિને શ્રાપ આપ્યો કે જે કોઇ એમની સમીપ જશે એ બળીને ભસ્મ થઇ જશે.
અને તેઓ હંમેશા અશુદ્ધિઓથી લથબથ રહેશે.
૪) અશ્વિનીકુમારો...
બંન્ને અશ્વિનીકુમારોનો સૂર્ય પુત્રો છે. તેઓ દેવતાઓના વૈદ્ય છે. આ કુમારોની ઔષધીએ જ ઋષિ "ચ્યવન ભાર્ગવ"ની યુવાની પાછી મેળવવામાં મદદ કરી હતી.
આ છે આપણા તેંત્રીશ કોટીના દેવતાઓ.
બાકી તો,
"एकं सत्‌ विप्र बहुदा वदन्ति"
અર્થાત્ ભગવાન તો એક જ છે પણ સંતો બ્રામ્હણો એને વિવિધ નામે ઓળખે છે.
કોઇ આપણી સહાય કરે એને દેવ માનવો એ મનુષ્ય સહજ છે. કોઇ વિર ગાયોની રક્ષા કરતાં કામ આવે તો એનાય પાળીયા બનાવી આપણે એને દેવ બનાવી પૂજીએ છિયે. કહે છે ને કે,"હરિ તારા નામ છે હજાર,કયા નામે લખવી કંકોત્રી"...
ઇશ્વર સંપૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ પ્રકટે છે. હવે પૂર્ણમાંથી પૂર્ણ બહાર કાઢો તો પૂર્ણ જ શેષ રહે છે. આમ બ્રમ્હ સંપૂર્ણ છે,એમાંથી ઉત્પન્ન એવું બ્રમ્હાંડ પણ સંપૂર્ણ છે. અને બ્રમ્હ માંથી બ્રમ્હાંડ બહાર આવવા છતાં પણ શેષ બ્રમ્હ સંપૂર્ણ છે.

.......###.......###......####.....

મારે વાત કરવી હતી,"વસુ અવતાર"ની...

એક સમયની વાત છે. આઠ વસુઓ માંના એક એવા ધૃવ વસુ શ્રાપનો ભોગ થયા હતા. અને પોતાના બધા ભાઇઓને પણ એમણે શ્રાપનો ભોગ બનાવ્યા હતા.
એક સમયની વાત છે. એકવાર આઠેય વસુઓ મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં મહેમાન બનીને ગયા. વશિષ્ઠ ઋષીઓએ એમની ખુબ આગતા-સ્વાગતા કરી. ઋષી પાસે ભગવાન શિવની આપેલી "કામધેનુ" ગાય હતી. જેની પાસે જે માંગો એ વસ્તુ એ ગાય આપતી.
વશિષ્ઠજીએ આ કામધેનુ પાસેથી મહેમાનો માટે અલભ્ય પ્રકારના વ્યંજનોની પ્રાપ્તિ કરી,અને વસુઓને ખુબ આદરભાવ સાથે જમાડ્યા.
આ બધું જોઇ ધૃવ વસુને આ કામધેનુ ગાય પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગી. ઋષી વશિષ્ઠ જેવા સ્નાન કરવા ગયા એ જ સમયે ધૃવ વસુએ તક જોઇ કામધેનુને લઇને પોતાના ભાઇઓ સાથે પલાયન થઇ ગયા. વશિષ્ઠજીએ પાછાં આવીને જોયું તો મહેમાન અને કામધેનુ નહોતા. એમણે દિવ્યદ્રષ્ટિથી વસુઓને ગાય ચોરી લઇ જતા જોયા. આથી ક્રોધે ભરાયેલા વશિષ્ઠજીએ આઠેય વસુઓને મનુષ્ય યોનીમાં જન્મ લઇ અને આજીવન માનસિક પિડા સહન કરવાનો શ્રાપ આપ્યો.
બધાં વસુઓએ વશિષ્ઠજીને કામધેનુ પરત કરી અને માફી માગતા કહ્યું કે આ બધું ધૃવનું કરેલું હતું,અમને ક્ષમા કરશો. પરંતુ શ્રાપ કદાપી મિથ્યા ના જાય,એટલે એમણે ઉપાય બતાવ્યો કે તમે દેવી ગંગાની કૂખેથી જન્મ લેજો. દેવી ગંગા જ તમને મનુષ્ય યોનીમાંથી મોક્ષ આપી શકશે. આ સાંભળી વસુઓએ માતા ગંગાની આરાધના કરી,દેવી ગંગાએ પ્રસન્ન થઇ સાત વસુઓને જન્મની સાથે જ મોક્ષ આપવાનું વરદાન આપ્યું પરંતું ધૃવ વસુએ કામધેનુની ચોરી કરી હોવાથી મનુષ્ય યોનીમાં આજીવન પિડા પ્રાપ્ત કરી અંતમાં મોક્ષ આપશે એવું વરદાન આપ્યું.
કાળક્રમે હસ્તિનાપુરના રાજા શાંતનુએ એક દિવસ ગંગા તટ પર દેવી ગંગાજીને જોયા, અને એમના પર મોહિત થયા. શાંતનુંએ ગંગાજી સામે વિવાહ પ્રસ્તાવ મૂક્યો, ગંગાજીએ પ્રસ્તાવ સ્વિકાર કરતાં પહેંલા એક શર્ત મૂકી,"જો સાંભળ રાજન... મને કદિયે કોઇ કાર્ય કરતાં રોકીશ નહીં. અને જે ક્ષણે તું મને રોકીશ એ જ ક્ષણે હું પાછી સ્વર્ગલોક જતી રહીશ. " શાંતનું રાજાએ એમની શર્તનો સ્વિકાર કરી દેવી ગંગા સાથે લગ્ન કર્યા.દેવી ગંગાની કૂખે પ્રથમ વસુનો જન્મ થયો. જન્મતાની સાથે જ એમણે એ પુત્રને નદી તટે જઇ પોતાના પ્રવાહમાં વહેવડાવી દીધો અને એક વસુને મુક્તિ આપી... આમ એક પછી એક સાત વસુઓને મુક્તિ આપી. પરંતું જ્યારે આઠમા વસુને લઇને દેવી ગંગા જઇ રહ્યા હતા ત્યારે મહારાજ શાંતનુએ એમને અટકાવ્યા. અને પોતાના દરેક પુત્રોને કેમ જળસામધી આપો છો? આને હું જળસામધી નહીં આપવા દઉં એમ કહ્યું. દેવી ગંગાએ વિગતવાર બધી વાત જણાવી અને વસુઓ તથા વશિષ્ઠજીની કથાથી અવગત કરાવ્યા અને શર્ત પ્રમાણે સ્વર્ગમાં પાછા જવાનું કહ્યું.
પોતાના આઠમા પુત્રને હસ્તિનાપુરના યોગ્ય વારસદાર અને ઉત્તમ શાસકની તાલીમ આપી યુવાઅવસ્થાએ પાછો સોંપી જશે,એવું આશ્વાસન આપ્યું.
આ આઠમા પુત્ર એટલે ધૃવ વસુનો અવતાર દેવવ્રત. જે આગળ જતાં પોતાની ભિષણ પ્રતિજ્ઞાને કારણે સંપૂર્ણ બ્રમ્હાંડમાં "મહામહિમ્‌ ભિષ્મ" ના નામે ઓળખાયા. જેમણે આજીવન પરિવાર ક્લેશની પિડા વેંઠી. સમર્થ હોવા છતાં ભાઇ-ભાઇઓનું મહા યુદ્ધ (મહાભારત)ના રોકી શક્યા, અને અંત સમયે ઇચ્છામૃત્યુ વરદાન હોવા છતાં ૬ માસ સુધી ચાળણી થયેલા દેહે બાણશૈયા પર રહ્યા. અને અંતે ઉત્તરાણયના શુભ દિવસે દેહત્યાગ કરી મોક્ષ પામ્યા...

આ હતી ઋગ્વેદીય માહિતી તેંત્રીશ કોટી દેવતાઓ અને વસુ અવતાર દેવવ્રત (ભિષ્મ) વિશે...

પ્રશ્નકર્તાને ખુબ ખુબ આભાર...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ..... હર.....

और पढ़े
Kamlesh कोट्स पर पोस्ट किया गया ગુજરાતી धार्मिक
1 महीना पहले

...#... વસુ અવતાર ...#...

આજે મારે વાત કરવી છે વસુ અવતારની...

રુકો... રુકો... રુકો...
આ વસુ... વળી કોણ?? ઘણાને તો ખબર જ નહીં હોય કે આવું પણ કોઇ છે...ખરું ને??

હવે હિન્દુ થઇને આપણને વસુ એટલે શું એ જ ના ખબર હોય તો તો આવી જ બન્યું ને આપણા હિન્દુત્વનું...
અરે આ વસુઓ એટલે એ... જ...
આપણા ૩૩ કોટી દેવતાઓ માંના ૮ દેવ...

અધધધ.... ૩૩ કોટી(કરોડ) દેવતા!!!???
હવે આટલા બધાને ક્યાં યાદ રાખવા....? ખરુંને??

ક્ષમા કરશો મિત્રો... તમારો કોઇ વાંક નઇ..


તો વાંક કોનો? દેવતાઓનો?
આટલા બધા કરોડ હોવું જરુરી હતું?
એકાદ - બે હોય તો ઠીકથી યાદ તો રહે ને? કાં??

તો મિત્રો... નથી કોઇ વાંક તમારો કે નથી ૩૩ કોટી દેવતાઓનો...
બધી મુસીબતની જડ છે આ આપણા ધર્મગુરુઓ... જે બે શબ્દો શીખીને બ્રમ્હાંડનું જ્ઞાન બાટવા નિક્ળ્યા છે...
તો ચાલો આજે જાણીએ... અત્‌ થી ઇતિ...

વાત જાણે એમ છે કે,
સૃષ્ટિના પ્રથમ વેદ એવા "ઋગવેદ"માં જણાવ્યા મુજબ બ્રમ્હાંડમાં કુલ ૩૩ કોટી દેવતાઓ છે.
હવે આ સંસ્કૃતના "કોટી" શબ્દમાં ઘણા-ખરા સારા-સારા ખાઇ ગયા થાપ. અને "કોટી"નો ભાવાર્થ કર્યો "ક..રો..ડ.."
અરે મૂર્ખાવ જરાક "સાબુ" તો વાપરવો હતો...
હા એ જ... સા.બુ.- સામાન્ય બુદ્ધિ..
કે અહિંયા ઋગવેદમાં "કોટી"નો અર્થ "કરોડ" નહીં અપિતુ "પ્રકાર"(વર્ગ) દર્શાવવામાં આવ્યો છે.
હા ૩૩ કોટી એટલે કે (૩૩ પ્રકારના)દેવતાઓ છે...
એટલે કે ફક્ત તેંત્રીશ જ... દેવતાઓ છે.
જે નીચે મુજબ છે.

૧૨ આદિત્ય
+ ૧૧ રુદ્ર
+ ૮ વસુ
+ ર અશ્વિનીકુમાર.
કુલ = ૩૩.

...
તો હવે મિત્રો...
આવતી પોસ્ટમાં કોના વિશે જાણવાનું પસંદ કરશો...???
આ ૩૩ દેવતાઓને વિસ્તારપૂર્વક જાણવાની ઇચ્છા છે?
કે પછી....
સીધા વસુ અવતાર વિશે જણાવું???

ઇચ્છા આપ સૌની...

જય ભોળાનાથ....

હર હર મહાદેવ... હર...

और पढ़े
Kamlesh कोट्स पर पोस्ट किया गया हिंदी सुविचार
1 महीना पहले

"ज्ञानी से ज्ञानी मिले, करे ज्ञान की बात।

गधे से गधा मिले, करे लातम्‌-लात ।।"

#मारना