જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું નહીં.

ખામોશી પણ તારી મુજને ગમે છે
કેમ કે પછી તું નજરથી વાત તો કરે છે

- અજ્ઞાત

આવો કયારેક એવી રીતે મારી પાસે કે...
આવતા એક પળ અને
જતા આખી જિંદગી વીતી જાય...

- અજ્ઞાત

લાંગરે ક્યાં વહાણ કિનારા વગર?
મારે પણ એવું જ થયું તારા વગર.

- અજ્ઞાત

તમારી યાદોના ફૂલને કરમાવા નહીં દઉં....

મેં મારી આંખોને રાખી છે એને પાણી આપવા...

- અજ્ઞાત

યાદ પણ એની કેવી રેતાળ થઈ.

બંધ હતી મુઠ્ઠી છતાં સરકી ગઇ.

- અજ્ઞાત

બરબાદી વિશે પ્રશ્ન હજારો થયા મને,

મારો જવાબ એક હતો
ચાહ, ચાહ, ચાહ...

- અજ્ઞાત

હૈયાના દરવાજે "વેલકમ" ની તકતી લગાવી છે .

અંદર છે જેટલી પણ
જગ્યા તમારા માટે જ બચાવી છે .

- અજ્ઞાત

સુકાયેલું પર્ણ છું હું તારી યાદોના બગીચાનું,

જરાક સંભાળીને ચાલજે
તુટવાના અવાજથી યાદ આવી જઈશ હું...

- અજ્ઞાત

और पढ़े

ન જ આવ્યા બહાર...
ઘાયલ હતા,
શબ્દો પણ....

- અજ્ઞાત

મારે મૂજથી જ છે જીતવું,
હરાવી તુજને શું કરીશ...?

મારે મૂજને જ છે પરખવું,
ચકાસી તુજને શું કરીશ...?

- અજ્ઞાત