હુ એક સાધારણ વ્યકિત છુ...મને વાચન,સંગીત....અને હવે જે વિચારુ છુ એ લખવાનો પણ શોખ ધરાવુ છુ....આપ સહુ અને માતૃભારતી નો ખુબ ખુબ આભાર...

Bindu Anurag बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
23 घंटा पहले

#આસમાની
આસમાની છે તારું આલિંગન...
રહે સદાય સંગ તું...
બસ ઝંખના છે એ જ મારી... Bindu A
હોવ હું ઉદાસ જો ક્યારેય...
તો બસ મળે મને સદાય તારું જ
એ આસમાન સમું તારું આલિંગન....

और पढ़े
Bindu Anurag बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
23 घंटा पहले

#આસમાની
આસમાની રંગ નો દુપટ્ટો મારો...
પવનની લહેરખીથી ઊડતો જાય...
વાટ નિહરતી જ્યારે હું તારી...
તારા આવવાના પગરવ સાંભળી ને.. Bindu A
અનેરો આનંદ હૃદયમાં થાય....
સંભાળું, સમજાવું આ હૃદય ને..
પણ આસમાની રંગ નો દુપટ્ટો મારો
જોને હરખ માં કેવો લહેરાય.....

और पढ़े
Bindu Anurag बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
23 घंटा पहले

ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આજીવન મને હંમેશા કંઈક નવું શીખવનાર અને મને હંમેશા સહકાર આપનાર અને જીવનના એવા વળાંકો દરમિયાન પણ મને યોગ્ય માર્ગ બતાવનાર મારા એ ગુરુજનોને હું હૃદય પૂર્વક વંદન કરું છું.કોટી કોટી વંદન .🙏
બિંદુ.....

और पढ़े
Bindu Anurag बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
2 दिन पहले

#જીવંત
જીવતા હોઈએ આ જગતમાં જ્યાં સુધી
કદર નથી થતી ત્યાં સુધી
પણ જીવંત વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે
વાહવાહી થાય છે સર્વ જગતમાં
જીવતા હશું તોપણ ગુણ અવગુણ બની જાય છે
પણ મૃત્યુ બાદ તો તમારા દોષો પણ સદગુણ બની જાય છે.

और पढ़े
Bindu Anurag बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 दिन पहले

#વાસ્તવિક
વાસ્તવિક અને કાલ્પનિક એમ બે પાસાં છે જીંદગી ના...
જે સ્વીકારી લે છે વાસ્તવિકતા,
ને તે જ સમાયોજન સાધી શકે છે સર્વ સાથે... Bindu A
પણ રહે છે જે કલ્પના ની દુનિયા માં,
એ ફેંકાઈ જાય છે આ દુનિયામાંથી...

और पढ़े
Bindu Anurag बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
3 दिन पहले

#આડુઅવળું

નીરખું છું હું જ્યારે તને અવિરત
ઘણા ખરા કામ થાય છે મારા આડાઅવળા
આવે છે જ્યારે તું આંખો સમક્ષ
દિલની ધડકન વધવા માંડે આડીઅવળી અવિરત......

और पढ़े
Bindu Anurag बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
4 दिन पहले

#આડુઅવળું
જ્યારે કંઈક બનવું હોય સફળ થવું હોય
ત્યારે માત્ર આપણા ધ્યેય ના માર્ગ પર જ ધ્યાન ધરવું
જો આડુઅવળું ધ્યાન જશે તો ધ્યેય ના માર્ગ થી દુર થઈ જાશું...

और पढ़े
Bindu Anurag बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
6 दिन पहले

#ઉત્સાહી
ઉત્સાહી રહું છું તને પામ્યા બાદ...
અનુભવું છું અનેરો આનંદ તને પામ્યા બાદ....
અસ્તીત્વ મારું મને મળી ગયું, તને પામ્યા બાદ....
" માં" હોવાનો અહેસાસ થયો, તને પામ્યા બાદ....
ઉત્સાહી રહું છું તને પામ્યા બાદ.....Bindu A.

और पढ़े
Bindu Anurag बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
7 दिन पहले

#જુવાન
જુવાની એ માત્ર શારીરિક નહી પણ માનસિક રીતે પણ દર્શાવે છે જો તમે નાની ઉંમરમાં પણ નકારાત્મક વિચારો ધરાવો છો તો તમે માનસિક રીતે વૃદ્ધ છો પણ જો તમે વૃદ્ધાવસ્થામાં પણ સકારાત્મક અને જોશીલા વિચારો રાખો છો તો તમે માનસિક રીતે જુવાન છો.
Bindu A

और पढ़े
Bindu Anurag बाइट्स पर पोस्ट किया गया ગુજરાતી ब्लॉग
1 सप्ताह पहले

#ઈચ્છાનુવર્તી
ઈચ્છાનુવર્તી જીવન ક્યાં જીવી શકાય છે
હંમેશા આપણી ઇચ્છાઓ ને બીજાની દ્રષ્ટિથી જ તો જોવાય છે
નાની-નાની ઇચ્છાઓને મારીને હંમેશા અહી જીવન જીવાય છે
કોઈ શું કહેશે એ વાત સતત મનમાં ભમ્યા કરે છે ... Bindu A
અને આમ જ ઈચ્છાનુવર્તી જીવન ક્યાં જીવી શકાય છે

और पढ़े