મને નાનપણથી જ વાંચવાનો અને લખવાનો શોખ છે.

*વિતેલ* 16-9-2019

મુસીબતમાં વિતેલ એક દસકો જીવન કાળનો,
સગા વહાલા સૌ દૂર થયા એ જીવન કાળનો.

મુસીબતના એ વિતેલ દિવસોમાં ઈશ્ચરે લીધી સંભાળ,
સ્વાર્થી દુનિયામાં તોયે રહી ભરોસો મૂકવામાં કંગાળ.

મુસીબતતો એ વિતેલ સમયની જ છે,
ભૂલવા મથો ક્યાં કઈ ભૂલી જવાયું છે.

ભાવનાના મારની એ મુસીબતોની વેદનાથી,
મુરજાવા માંડ્યા છે સંબંધો વિતેલ દુઃખની વેદનાથી.

મુઠ્ઠીભર આ મગજમાંથી એ વીતેલું ક્યાં નીકળે છે,
મુસીબત ટળી તો સૌ હક્કદાર આવી બને છે.

મુસીબતમાં વિતેલ એ જિંદગીની બાજી,
ફેંકી પાસાને મહેનતથી જીતી આ બાજી...
ભાવના ભટ્ટ અમદાવાદ....

और पढ़े

ગૃહિણી..... 15-9-2019

સવારે વહેલા ઊઠી ઘર સંભાળે એ ગૃહિણી,
રાતે સૌથી છેલ્લા પથારીમાં સૂવે એ ગૃહિણી.

પળેપળનો સદા હિસાબ રાખનાર એ ગૃહિણી,
ભાવતોલ કરી વસ્તુ ખરીદનાર એ ગૃહિણી.

ઘરમાં બધાનું ધ્યાન રાખનાર એ ગૃહિણી,
પોતાની પીડા છુપાવનાર એ ગૃહિણી.

ભાવના છુપાવી ખુશ રહેનાર એ ગૃહિણી,
દરેકની નાની મોટી જરૂરિયાત સાચવનાર ગૃહિણી.

ઘર માટે જીવતર પુરૂ કરનાર એ ગૃહિણી,
ઘરની શોભા વધારનાર એ ગૃહિણી.

એક કર્મથી નિષ્ઠા નીભાવનાર એટલે ગૃહિણી,
દરેકને શિતળતા આપનાર એટલે ગૃહિણી...
ભાવના ભટ્ટ અમદાવાદ.....

और पढ़े

*હું હાર નહીં માનુ* 14-9-2019

જિંદગીને પડકાર માનીને જીવુ છું,
પાછીપાની કરુ એવી છું જ નહીં.

હું હાર ના માનું સંઘર્ષ ને માત આપુ છું,
નાહિમંત બની પીછેહઠ કરુ જ નહીં.

ટુટી ગયેલા સંબંધો પણ જીંવત કરુ છું,
કર્તવ્યથી કદી પાછીપાની કરુ જ નહીં.

ભાવના સભર સ્વપ્ન ને સાકાર કરુ છું,
એમનમ તો હું શમણાં જોવુ જ નહીં.

શોધી શકશો ઘર મારુ હું અહીં જ રહુ છું,
સંબંધ એટલોજ અકબંધ છે એમ હારો નહીં.

મનની શક્તિનો સદુપયોગ કરવામાં માનુ છું,
હૈયામાં હામ અકબંધ છે પાછીપાની કરુ નહીં..
ભાવના ભટ્ટ અમદાવાદ....

और पढ़े

સંયમ......... 13-9-2019

ધન્ય જીવન છે એનુ, સંયમ છે જેનુ મન,
સત્ય વચનનુ પાલન થાતુ, કટુ વચન કદી ના ઉચરતુ.

મંગલ થાશે તેનુ, સંયમ છે જેનુ મન,
કુડુ કરવા કોઈનુ ન ચાહે, ચાલે સદા જે સાચા રાહે.

વંદે સુર, ગુરુ, ધેનુ સંયમ છે જેનુ મન,
દસ દિશ વાગે એના ડંકા, સૂર પગ પૂજે જરી નવ શંકા.

નિશાન ઉડે નિર્ભેનુ, સંયમ છે જેનુ મન,
ભાવના એ જીવન ધન્ય છે, એના તન, મન, ધન પાવન છે.

જન્મ, મરણ, દુઃખ શેનુ, સંયમ છે જેનુ મન,
નિમઁળ, સંયમ નર પાસે નારી સંરક્ષણ ભાળે છે......

ભાવના ભટ્ટ અમદાવાદ......

और पढ़े

*માર્મિક પ્રતિક* લેખ..... 12-9-2019


આપણા જીવનમાં ઘણી ઉપયોગી વસ્તુઓ છે એમાંથી કંઈક ને કંઈક શિખવા મળે છે. જાણવા અને સમજવા મળે છે. રોજ બરોજ ના વપરાશમાં આવતી વસ્તુઓ ઘણુ ખરું શિખવાડી અને સમજાવી જાય છે.... આપણે એવી જ રોજ બરોજ ના કામમાં આવતી વસ્તુની વાત કરીએ.
સૂપડો અને ચાયણી બંને રોજિંદા જીવનના માર્મિક પ્રતિકો છે જો એના પર લગીરે વિચારવામાં આવે તો !
સૂપડો ઝાટકી નાંખે છે ! અનાજમાં થી કાંકરા... છોતરાને ખંખેરી નાંખે છે... જ્યારે ચાયણી અનાજને ચાળી તો દે... પણ કાંકરા સંઘરી રાખે !
માટે વિચારો .... બોલો તમે કેવા બનવાનું પસંદ કરશો???
મારા મત પ્રમાણે તો સૂપડા જેવુું બનવું સારુ... પણ દરેક ની વિચારસરણી અલગ-અલગ હોય....
દોષો દુર્ગણોને ઝાટકી નાખવાના... ખોટી વાત.. ખોટા વિચારો ને ઝાટકી નાંખવાના તો મન અને મગજ પર બોજ નહીં રહે અને હળવાંફુલ બની જિંદગી જીવાશે.... આમ પણ ખોટા ભાર ખોટી વાતો ભરીને શું કામ છે???
માટે ચાયણી જેવા ના બનશો .... નહીંતર ગુણો ચળાઈ જશે ને દોષોના કાંકરા રહી જશે જે અંદર ખૂંચ્યા કરશે અને જિંદગી બોજ બની રહી જશે... આ તો એક ઉદાહરણ આપ્યું આવી તો કેટલીય બધી વસ્તુઓ છે જેમાંથી આપણને બોધપાઠ મળે છે... આવા કેટલાય માર્મિક પ્રતિક છે જે આપણને સમજાવી જાય છે....

ભાવના ભટ્ટ અમદાવાદ...

और पढ़े

દેશ..... 11-9-2019

દેશની કદર ના કરી,
વિદેશમાં જઈ વસી ગયા.

જન્મભોમકા ની પ્રસંશા ના કરી,
વિદેશની ભૂમિમાં મોહી ગયા.

દેશના સંસ્કારો ભૂલી ગયા,
વિદેશ ના રંગે રંગાઈ ગયા.

દેશની ઓળખ તો ના કરી,
એન આર આઈથી ઓળખાઈ ગયા.

દેશમાં રહી દેશ માટે કંઈ ના કર્યુ,
વિદેશમાં જઈ મા-ભોમકા ભુલી ગયા.

શું થશે ભાવના આ દેશનુ???
દેશદાઝ હવે આમ જ ભુલી ગયા...

ભાવના ભટ્ટ અમદાવાદ.......

और पढ़े