The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti!
🥸 *સરવાળે માણસ મોંઘો પડે* નાની સરખી વાતમાં કેટલું લડે? ઇંચ જેટલું હસે ને ફૂટ જેટલું રડે, સરવાળે તો માણસ બહુ મોંઘો પડે. મકાનો બાંધે ને સંબંધોને ચણે, દરેક વાતમાં બસ પૈસા જ ગણે, સરવાળે તો માણસ બહુ મોંઘો પડે. ચાર આનાની પીએ રૂપિયાની ચડે, ગાયની રોટલી લઈને કુતરાને ધરે, સરવાળે તો માણસ બહુ મોંઘો પડે. બીજાનું સારું જોઇને દિલમાં બળે, પોતાનાને પાડવાના મનસુબા ઘડે, સરવાળે તો માણસ બહુ મોંઘો પડે. વાત સિંહની કરે ને કુતરાથી ડરે, જરાક આંખો કાઢો તો ઉચાળા ભરે, સરવાળે તો માણસ બહુ મોંઘો પડે. કપડા સુગંધીદાર, વિચારો સડે, સરવાળે તો માણસ બહુ મોંઘો પડે. વિતેલા દિવસો પાછા નહીં આવે, સમય ની કિંમત સમજતાં થઇએ..! વાંક મારો હતો કે તારો, એ વાત ને હવે ભુલતા થઇએ...! અરસ પરસ થોડુ સહન કરી લઈ ને, ચાલો સબંધો સાચવતા થઇએ...! માત્ર "આજ" આપણને મળી છે, કાલની કોઈ ને ખબર કયાં, ચિંતાની ગાંઠ બાજુ એ મુકી, ચાલ હરપળ માં જીવતાં થઇએ...! નમીએ, ખમીએ, એક બીજા ને ગમીએ, અને સુખ-દુઃખમાં એક બીજાને કહીએ, "તમે ફિકર ના કરો અમે છઈએ," આજે એક નવો જ સંકલ્પ લઈએ, "એક બીજાની અદેખાઈ, સ્પર્ધા તજીએ, એક બીજાના પુરક બનીએ," ચાલો થોડું માણસ-માણસ રમીએ...!!!
*સહેજ ભીની સહેજ કોરી હોય છે,* *લાગણી તો ચંચળ છોરી હોય છે,* *હોય છે રંગીન પતંગો બધાની પાસે,* પણ *બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.* *મકરસંક્રાંતિ ની શુભકામના* 💐💐💐💐🏃🏻💐💐💐💐
જનનીની જોડ સખી નહીં જડે રે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ હાથ ગૂંથેલ એના હીરના રે લોલ હૈયું હેમંત કેરી હેલ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ શશીએ સિંચેલ એની સોડ્ય રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ જગનો આધાર એની આંગળી રે લોલ કાળજામાં કૈંક ભર્યા કોડ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ પળના બાંધેલ એના પ્રાણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ લેતા ખૂટે ન એની લહાણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ અચળા અચૂક એક માય રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ માડીનો મેઘ બારે માસ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ એનો નહિ આથમે ઉજાસ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ -દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર
ભગવાન ને એક વિશેષ વિનંતી
लॉग इन करें
लॉगिन से आप मातृभारती के "उपयोग के नियम" और "गोपनीयता नीति" से अपनी सहमती प्रकट करते हैं.
वेरिफिकेशन
ऐप डाउनलोड करें
ऐप डाउनलोड करने के लिए लिंक प्राप्त करें
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser